Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાની દહેશત:મોટી દેવતી ગામ પાસે પગલાં મળતા વનવિભાગે પાંજરા ગોઠવ્યા, ગામલોકોને અફવા ન ફેલાવવા અપીલ

    2 days ago

    અમદાવાદ શહેરના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયાના 1 મહિનામાં જ જિલ્લાના સાણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી એકવાર દીપડાની દહેશત ઉભી થઈ છે. સાણંદ તાલુકાના મોટી દેવતી ગામ નજીક દીપડો દેખાયો હોવાની માહિતી સામે આવતા વન વિભાગની ટીમ દોડતી થઈ છે. આ વિસ્તારમાં મળી આવેલા પગલાં દીપડાના જ હોવાની વનવિભાગે પુષ્ટિ કરી છે. દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. દીપડાને પકડવા પાંજરું ગોઠવવામાં આવ્યું DCFએ જણાવ્યું કે, મોટી દેવતી તરફ દીપડો દેખાયાની જાણ થતા ટીમ પહોંચીને તપાસ કરી રહી છે. જે ફૂટપ્રિન્ટ મળ્યા છે તે દીપડાના છે. દીપડો પકડાય જાય તે માટે વનવિભાગે મારણ સાથે પાંજરું મૂકવામાં આવ્યું છે. હજી સુધી કોઈ ગ્રામજનોએ દીપડો જોયાની વિગત મળી નથી. ગ્રામ્ય વિસ્તારમાં લોકોને રાત્રિના સમયે એકલા નહીં નીકળવા અપીલ દીપડાની ચર્ચા વચ્ચે આસપાસના ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અને શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા સૂચના આપવામાં આવી છે. એક મહિના પહેલા ઘુમા વિસ્તારમાં દીપડાએ દેખા દીધી હતી અમદાવાદના પોશ વિસ્તાર એવા ઘુમામાં પણ એક મહિના પહેલા દીપડાએ દેખા દીધી હતી. 19 જુલાઈએ મોડી રાત્રે સેરેનદીપ સોસાયટીના એક બંગલાની કોટ કૂદતો દીપડો સીસીટીવીમાં કેદ થયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    પાટણના નાયતા પાસે રેતી ખનન પર કાર્યવાહી:રોયલ્ટી પાસ વગરના 3 ડમ્પર, ચલણમાં દર્શાવેલા વજન કરતાં વધુ જથ્થો ભરનાર 6 ડમ્પરો સીઝ
    Next Article
    નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ:સમગ્ર માસ દરમિયાન ભંડારાનું આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment