Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અશાંત ધારાના ભંગ બદલ પોલીસની કડક કાર્યવાહી:પૂર્વ મંજૂરી વિના ભાડે આપેલી મિલકતો પર મોટી કાર્યવાહી, વધુ 3 ગુનામાં 6 આરોપીઓ સામે કાયદેસરનાં પગલાં

    7 hours ago

    ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા શહેરમાં અશાંત ધારાના કડક અને અસરકારક અમલીકરણના ભાગરૂપે લાલ આંખ કરવામાં આવી છે અગાઉ નોંધાયેલા 2 ગુનાઓ બાદ, અશાંત વિસ્તાર તરીકે જાહેર થયેલા વિસ્તારોમાં સક્ષમ અધિકારી કે સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ મિલકતનો કબજો ભાડુઆતોને સોંપી દેવા બદલ વધુ 3 નવા ગુના દાખલ કરી કુલ 6 આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અશાંત ધારાના કડક અમલ માટે ભાવનગર પોલીસની કટિબદ્ધતાને પગલે પોલીસ અધિક્ષકને મળેલી નામી-અનામી અરજીઓ અને રજૂઆતોના આધારે LCB દ્વારા ઊંડાણપૂર્વક અને તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં નિયમોના સ્પષ્ટ ઉલ્લંઘનની વિગતો પ્રકાશમાં આવતાં પોલીસ અધિક્ષક દ્વારા પ્રાંત અધિકારીને વિગતવાર અહેવાલ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રાંત અધિકારીના નિર્દેશ પર સીટી મામલતદારની ફરિયાદના આધારે સંબંધિત પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધવામાં આવ્યા છે, પ્રથમ ગુન્હો ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં વોરા બજાર, હવેલીવાળી શેરીમાં આવેલા મિરાજ રત્ન કોમ્પલેક્ષ ભોમિયાજી કોમ્પલેક્ષના ફ્લેટ નં.2 નો કેસમાં મિલકત માલિક હેમલતાબેન અજયકુમાર મુંજપરા જયારે ભાડુઆત મોહમદઆકીબ મોહમદરફીકભાઇ તરીયા હતા, જયારે કેસની તપાસ PSI જી.આર. ધાંધલ ચલાવી રહ્યા છે, બીજો ગુન્હો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં બોરડીગેટ વિસ્તારમાં આવેલા મારુતિ કોમ્પલેક્ષની દુકાન નં.1 નો કેસમાં મિલકત માલિક કિશોરભાઈ ઉકાભાઇ લકુમ રહે. પંકજ સોસાયટી જયારે ભાડુઆત તરીકે ઉસ્માનભાઇ બચુભાઇ અજમેરી હતા, જયારે આ કેસની તપાસ PSI એ.એસ. કટારા ચલાવી રહ્યા છે, ત્રીજો ગુન્હો ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં બોરડીગેટ જવાહર કોલોની સ્થિત અક્ષર રેસિડન્સીના મકાનનો કેસમાં મિલકત માલિક પરીતાબેન જયેશકુમાર મકવાણા છે જયારે ભાડુઆત તરીકે સતારભાઇ હારૂનભાઇ લોહીયા હતા, આ કેસની તપાસ PSI આર.સી. માલવીયા ચલાવી રહ્યા છે.. આ તમામ ગુનાઓ 'ગુજરાત પ્રોહીબીશન ઓફ ટ્રાન્સફર ઓફ ઇમુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવીઝન ફોર પ્રોટેકશન ઓફ ટેનેટ્સ ફ્રોમ એવીકશન ફ્રોમ પ્રિમાઇસીસ ઇન ડીસ્ટર્બ એરીયા એક્ટની કલમ 5 અને 6(ડી) મુજબ દાખલ કરવામાં આવ્યા છે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલાં ભરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસનો જાહેર જનતાને સંદેશ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે સરકાર દ્વારા અશાંત વિસ્તાર તરીકે જાહેર કરાયેલા ક્ષેત્રોમાં અશાંત ધારાના કાયદાનો કોઈ પણ પ્રકારનો ભંગ કે ઉલ્લંઘન જણાય તો તેની માહિતી તુરંત પોલીસને આપવી. પોલીસ આવી ફરિયાદો પર તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા પૂર્ણ રીતે કટિબદ્ધ છે.
    Click here to Read More
    Previous Article
    રત્નમાલા અને સાકેત બ્રિજને આજે CM ખુલ્લા મુકશે:10 લાખ વાહનચાલકોને રાહત; ઇસ્કોન મંદિરના શિલાન્યાસ સાથે 50 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત; BRTSના 3 રૂટ બંધ
    Next Article
    વાંગચુકે કહ્યું- વિરોધ-પ્રદર્શન બાદ સરકારો વધુ સારું કામ કરે છે:ગુસ્સો વ્યક્ત કરવા માટે જગ્યા ન મળે તો સ્થિતિ નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવી બની શકે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment