Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધાર્મિક આસ્થાને માન આપવા પાલિકાનો આદેશ:રામનવમી અને મહાવીર જયંતિએ માંસ-મચ્છીના વેચાણ પર પ્રતિબંધ; નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહીની સૂચના

    2 days ago

    વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના માંસ, મચ્છી અને ચિકનનો વ્યવસાય કરતા વેપારીઓ માટે એક મહત્ત્વની જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. આ સૂચના અનુસાર, ગુજરાત સરકારના આદેશ અને ધાર્મિક આસ્થાઓને માન આપીને આગામી રામનવમી અને મહાવીર જયંતિએ કતલખાના બંધ રાખવા આદેશ કરાયો છે. માંસ મચ્છીનું વેચાણ કરતી દુકાનો ફરજીયાત બંધ રાખવી મહાનગરપાલિકાના આદેશ અનુસાસ તા. 26 માર્ચ, ગુરુવારના રોજ રામનવમી તથા તા. 31 માર્ચ, મંગળવારના રોજ મહાવીર જયંતિના પવિત્ર પર્વો નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત તમામ કતલખાનાઓ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને દિવસોએ પવિત્રતા જળવાઈ રહે તે હેતુથી પાલિકાના મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા આદેશ જારી કરવામાં આવ્યો છે કે શહેરના તમામ વિસ્તારોમાં માંસ-મચ્છીનું વેચાણ કરતા વેપારીઓએ પણ પોતાનો વ્યવસાય અને દુકાનો ફરજિયાતપણે બંધ રાખવાની રહેશે. આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ www.vmc.gov.in પર પણ આ અંગેની સત્તાવાર વિગતો મૂકવામાં આવી છે. રામનવમી અને મહાવીર જયંતિ જેવા મોટા ધાર્મિક ઉત્સવો દરમિયાન જીવદયા અને અહિંસાના પાલન અર્થે આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જો કોઈ વેપારી આ નિયમનું ઉલ્લંઘન કરશે અથવા નિર્ધારિત દિવસે વ્યવસાય ચાલુ રાખશે, તો પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા શહેરના તમામ માંસ અને મચ્છીના વેપારીઓને આ સૂચનાનું ચુસ્તપણે પાલન કરવા અને તંત્રને સહકાર આપવા માટે ખાસ વિનંતી કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓ આકસ્મિક ચેકિંગ કરશે પાલિકા સંચાલિત કતલખાનાઓ બંધ રહેવાની સાથે સાથે છૂટક વેચાણ પર પણ પ્રતિબંધ હોવાથી નાગરિકોને પણ આ બાબતની નોંધ લેવા જણાવાયું છે. આરોગ્ય વિભાગની ટીમો આ બંને દિવસો દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ પણ હાથ ધરી શકે છે અને જો કોઈ નિયમોનો ભંગ કરતુ માલુમ પડશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ફ્રોડ કેસમાં UCO બેંકના પૂર્વ મેનેજરો સહિત 6 આરોપીઓને સજા:અમદાવાદ CBI કોર્ટનો ચુકાદો, 5 વર્ષની સખત કેદ અને 1.33 કરોડનો દંડ ફટકાર્યો
    Next Article
    મિત્રે ‘વ્યાજની જાળ’ બિછાવી ₹4 કરોડની મિલકત પચાવી:અમદાવાદના જમીન દલાલે જામનગરમાં યુવરાજસિંહ જાડેજા સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment