Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાટલાના પૈસા લેવાની દાઝ રાખી વેપારી પાસેથી ₹4 લાખની લૂંટ:ઘરે જઈને પોલીસ ફરિયાદ ન કરવા ધમકાવનાર મુખ્ય આરોપી ઝડપાયો, અન્ય બે સાગરીતોની શોધખોળ તેજ

    7 hours ago

    ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં ગેસ એજન્સી ધરાવતા વેપારી પાસેથી ગેસના બાટલાના કાયદેસરના પૈસા લીધાની દાઝ રાખી, વેપારીના ગળે છરી ટેકવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક ₹4 લાખ પડાવી લેવાની ઘટના સામે આવી છે. આરોપીઓ દ્વારા અવારનવાર ફોન કરી અને ઘરે જઈને ધાકધમકી આપવામાં આવતા અંતે વેપારીએ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરી માલધારી સોસાયટીમાં રહેતા મુખ્ય શખ્સને ઝડપી પાડી કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે અન્ય બે આરોપીઓની શોધખોળ તેજ કરાઈ છે. ‘તે મારા માણસ પાસેથી બાટલાના પૈસા કેમ લીધા?’ પોલીસ ફરિયાદની વિગતો અનુસાર, ભાવનગરના હિલડ્રાઈવ વિસ્તારમાં ફુલવાડી ચોક પાસે રહેતા અને સરદારનગર સર્કલ સ્થિત મ્યુનિ. શોપિંગ સેન્ટરમાં ગેસ એજન્સી ધરાવતા જીતેન્દ્રભાઈ મનુભાઈ વ્યાસે તા. 13 નવેમ્બરના રોજ માલધારી સોસાયટીમાં રહેતા કલ્પેશ ઉર્ફે ભોડી ભોપાભાઈ ભરવાડ અને બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ગત તા. 3 નવેમ્બરના રોજ કલ્પેશે ફોન કરીને તાત્કાલિક ગેસનો બાટલો આપવા કહ્યું હતું અને પોતાના માણસને લેવા મોકલ્યો હતો. વેપારીએ નિયમ મુજબ પૈસા લઈને બાટલો આપ્યો હતો. જેની દાઝ રાખી કલ્પેશે બીજા દિવસે વેપારીને મળવા બોલાવી અધેવાડાની અવાવરૂ જગ્યાએ લઈ જઈ ગળે છરી રાખી હતી અને "તે મારા માણસ પાસેથી પૈસા કેમ લીધા? તારા બાટલાના કારણે મારો મોબાઈલ તૂટી ગયો છે, તારે ₹1 લાખ આપવા પડશે નહીંતર મારી નાખીશ" તેમ કહી ધમકાવી ₹1 લાખ પડાવી લીધા હતા. ટુકડે-ટુકડે ₹4 લાખ ખંખેર્યા બાદ ઘરે જઈ ધમકી આપી પ્રથમ વખત ₹1 લાખ પડાવ્યા બાદ આરોપીની હિંમત ખુલી હતી અને બીજા દિવસે વધુ ₹50 હજારની માંગણી કરતા વેપારીએ ડરના માર્યા તે રકમ પણ આપી દીધી હતી. ત્યારબાદ કલ્પેશે વધુ ₹5 લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી વધુ ₹2.50 લાખ પડાવી આમ કુલ ₹4 લાખ ખંખેરી લીધા હતા. આટલેથી ન અટકતા કલ્પેશ અને અન્ય બે શખ્સોએ વેપારીના ઘરે જઈને "પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ" એવી ધમકી આપી હતી. આ મામલે ભરતનગર પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપી કલ્પેશ ઉર્ફે ભોડી ભોપાભાઈ ભરવાડની ધરપકડ કરી તા. 21 નવેમ્બર સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે અને ફરાર બે શખ્સોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    3 સ્ટેચ્યૂ ઓફ યુનિટી બની જાય એટલો ખર્ચો:GTA-6ની આ વાતો કોઈ નહીં કહે, ભારતથી કેમ આવી ગેમ નથી બનતી? 100માંથી 49 ગેમર મહિલા, જાણો અબજો ડોલરનું ઈકોનોમિક્સ
    Next Article
    રાજકોટની ઇવેન્ટ ફ્લેક્સ પ્રાઇવેટ થિયેટરમાં દારૂ પાર્ટી:બિયર સહિતની બોટલોનો થપ્પો'ને સામે વાગતા સોંગ, વાયરલ વીડિયોના આધારે બે શખસ સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment