Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટની ઇવેન્ટ ફ્લેક્સ પ્રાઇવેટ થિયેટરમાં દારૂ પાર્ટી:બિયર સહિતની બોટલોનો થપ્પો'ને સામે વાગતા સોંગ, વાયરલ વીડિયોના આધારે બે શખસ સામે ગુનો

    7 hours ago

    રાજકોટની સરાઝા હોટેલમાં ઝડપાયેલા દારૂ પાર્ટી બાદ ઇવેન્ટ ફ્લેક્સ પ્રાઇવેટ થિયેટરમાં પણ દારૂ પાર્ટીના વીડિયો વાયરલ થયો હતો. જેમાં બિયર સહિતની બોટલોનો થપ્પો હતો અને સામે અલગ અલગ ફેમસ સોંગ વાગતા હતા. જેને લઇ DCPએ તપાસના આદેશ આપતા યુનિવર્સિટી પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસ કરીને બે શખસ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે અહીંયા કેટલા સમયથી થિયેટર ચાલતું હતું, કેટલા લોકો આ પાર્ટી અંગે જાણતા હતા અને વાયરલ વીડિયો પહેલા અગાઉ કેટલી વખત આવી ગુનાહિત પ્રવૃત્તિ સાથે પાર્ટી યોજવામાં આવી હતી કે કેમ તે દિશામાં વધુ તપાસ ચાલુ છે. બંનેએ દારૂ-બિયરનો એક પેટી કરતા વધુ જથ્થો પીધો! ઇવેન્ટ ફ્લેક્સ થિયેટરમાં દારૂના વાયરલ વીડિયો મામલે પોલીસે તપાસ કરીને બે શખ્સો વિરૂધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. જેમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા સુજલપરી ગોસ્વામી અને ધર્મેશ રાઠોડ નામના શખ્સો સામે ફરિયાદ નોંધી વીડિયોમાં દેખાતા દારૂ-બિયરનો એક પેટી કરતા વધુ જથ્થો પી જઇ એક બીજાને મદદગારી કરતા બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 'આઇડી પ્રુફ વગર થિયેટરમાં પાર્ટી કરી શકો'નું લખાણ રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI જયંતી રવજીભાઇ રાઠોડએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં કોઈ પણ પ્રકારના આઇડી પ્રુફ વગર રૂ.2000માં બે કલાક માટે પ્રાઇવેટ થિયેટર બુક કરાવી અંદર પાર્ટી કરી શકો તે મુજબ લખાણ લખવામાં આવ્યું હતું. 13 નંગ બિયર અને વિદેશી દારૂ પીધાની કબૂલાત જેમાં વાયરલ વીડિયોના આધારે તપાસ કરતા સુજલપરી ગોસ્વામી અને ધર્મેશ રાઠોડ નામના શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં બંને શખસ દ્વારા 13 નંગ બિયર અને વિદેશી દારૂ પોતાની પાસે રાખી પ્રાઇવેટ થિયેટરમાં લઇ જઇ બાદમાં તેનું સેવન કરી ગુનો કર્યાની કબૂલાત આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ ક્યારેય કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિની તપાસ ચાલુ વાયરલ વીડિયો છેલ્લા 3 દિવસથી સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, જેમાં શીતલ પાર્ક નજીક વિઝન 20-20 કોમ્પ્લેક્સમાં ઇવેન્ટ ફ્લેક્સ થિયેટર આવેલ હોવાથી અહીંયા લોકો 2 કલાક માટે ભાડે રાખી બાદમાં ગુનાહિત પ્રવૃત્તિ આચારતા હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઉપરાંત અહીંયા અગાઉ ક્યારેય કોઈ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ સાથે પાર્ટી કરવામાં આવી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાટલાના પૈસા લેવાની દાઝ રાખી વેપારી પાસેથી ₹4 લાખની લૂંટ:ઘરે જઈને પોલીસ ફરિયાદ ન કરવા ધમકાવનાર મુખ્ય આરોપી ઝડપાયો, અન્ય બે સાગરીતોની શોધખોળ તેજ
    Next Article
    ગોધરાના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં આગ લાગતાં 7 દુકાનો ખાખ:નુકસાનનો સર્વે કરીને વળતર ચૂકવવા વેપારીઓએ તંત્ર પાસે માગ કરી; વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment