Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UCC કમિટીએ CM ભૂપેન્દ્ર પટેલને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો:લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય 21 વર્ષ કરવાની ભલામણ થઈ શકે, લિવ-ઇન રિલેશનશીપ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની સંભાવના

    2 days ago

    ગુજરાતમાં UCC બિલ લાવવા અંગે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.રાજ્યમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. UCC માટે રચાયેલી કમિટીએ પોતાનો ફાઈનલ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. મુખ્યમંત્રી નિવાસ સ્થાને આ રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કમિટી 4 ફેબ્રુઆરી, 2025ના રોજ રચવામાં આવી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હવે અંતિમ ભલામણો સાથે રિપોર્ટ રજૂ કર્યો છે. હવે રાજ્ય સરકાર દ્વારા આ રિપોર્ટના આધારે આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને જિલ્લાઓની મુલાકાત તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. મુખ્યમંત્રી સમક્ષ આ અહેવાલ અર્પણ કરતાં જે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું તેમાં જણાવાયું હતું કે લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન કાયદાકીય માળખું આ ડ્રાફ્ટ અહેવાલમાં સમિતિ દ્વારા સૂચવવામાં આવ્યું છે. વિશેષ કરીને મહિલાઓના સમાન અધિકારો અને સુરક્ષાને આ ડ્રાફ્ટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતાને પણ અહેવાલમાં ધ્યાનમાં રાખવામાં આવી છે. આ અહેવાલ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અઘ્યક્ષતામાં બનેલી આ સમિતિએ ઝીણવટ ભર્યા અભ્યાસ અને રાજ્યના જિલ્લાઓની મુલાકાત લઇને લોક અભિપ્રાયો મેળવીને તથા જનસંપર્ક બાદ ચર્ચા-વિચારણાને આધારે તૈયાર કરેલો અહેવાલ રાજ્ય સરકારને સોંપ્યો હતો. લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ નક્કી કરવાની ભલામણ થઈ શકે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે સૂત્રોના હવાલે મહત્વપૂર્ણ માહિતી સામે આવી રહી છે, જેમાં લગ્ન અને છૂટાછેડા સહિતના મુદ્દાઓ પર વ્યાપક ભલામણો કરવામાં આવી હોવાની ચર્ચા છે. મળતી માહિતી મુજબ લગ્ન માટે લઘુત્તમ વય મર્યાદામાં એકરૂપતા લાવી બંને માટે 21 વર્ષ નક્કી કરવાની ભલામણ થઈ શકે છે, સાથે જ એકથી વધુ લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ છે. છૂટાછેડાની પ્રક્રિયા તમામ ધર્મ માટે સમાન બનાવવાની દિશામાં વિચારણા ચાલી રહી છે, જ્યારે લિવ-ઇન રિલેશનશીપ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની જોગવાઈ પણ થઈ શકે છે. મહિલાઓના અધિકારોને મજબૂત બનાવતી વિવિધ ભલામણો સામેલ હોવાની શક્યતા છે. જોકે, આદિવાસી સમાજના પરંપરાગત રિવાજો અને રૂઢિચુસ્ત અધિકારોને આ કાયદામાંથી મુક્તિ અથવા વિશેષ રક્ષણ આપવાની પણ વિચારણા ચાલી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં ચર્ચા થશે આજે (17 માર્ચ) કામકાજ સલાહકાર સમિતિની બેઠકમાં આ અંગે ચર્ચા થશે અને સરકાર દ્વારા કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી છે. 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. વિધાનસભામાં આજે ચૂંટણીપંચના ખર્ચ અંગે ચર્ચા કરવા મુદ્દે ઉઠેલા પોઇન્ટ ઓફ ઓર્ડર પર તીવ્ર ચર્ચા થઈ હતી. 24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા બીજી તરફ, આજે સાંજે 5 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક અધ્યક્ષની અધ્યક્ષતામાં યોજાશે. બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) બિલ સહિત કુલ 4 વિધેયકો લાવવાની તૈયારીઓ અંગે ચર્ચા થશે. વિધાનસભાની કાર્યવાહી 25 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં અંતિમ દિવસોમાં આ વિધેયકો રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, 24 માર્ચે યુસીસી બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા છે. આ પણ વાંચો: માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવા તૈયારીઓ કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યો કે ચૂંટણી ખર્ચની ચર્ચા ગૃહમાં કેમ ન થઈ શકે અને આ ચર્ચામાં શું છુપાવવામાં આવી રહ્યું છે. તેમણે નોંધાવ્યું કે ગત 8 માર્ચની પૂરક માંગણીમાં ચૂંટણી ખર્ચનો મુદ્દો એજન્ડામાં સામેલ હતો, છતાં ચર્ચા અટકાવવામાં આવી રહી છે. સાથે જ તેમણે સરકારના વિભાગોમાં ખામીઓ હોવાનો પણ ઉલ્લેખ કર્યો અને કાપ દરખાસ્તો રદ કરવા પાછળના કારણો પૂછ્યા. ‘બંધારણીય રીતે ચૂંટણી પંચની ટીકા ગૃહમાં કરી શકાતી નથી’ આ મુદ્દે મંત્રી અર્જુન મોઢવાડિયાએ જવાબ આપતા જણાવ્યું કે ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને બંધારણીય રીતે તેની ટીકા ગૃહમાં કરી શકાતી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચની ટીકા રૂપે કાપ દરખાસ્તો મૂકવામાં આવે છે, તેથી આ પ્રકારની ચર્ચા યોગ્ય નથી. ‘અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે’ લાંબી દલીલો બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ નિર્ણય આપતા જણાવ્યું કે અનુદાનની માંગણીઓ પર ચર્ચા અધ્યક્ષના નિર્દેશથી જ થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે હાઇકોર્ટ અને ચૂંટણી પંચ સ્વાયત સંસ્થાઓ છે અને ગૃહમાં તેમની ચર્ચા થઈ શકતી નથી, કારણ કે આ સંસ્થાઓ ગૃહમાં ઉપસ્થિત નથી. ગોપાલ ઇટાલિયાના પોઇન્ટ ઓફ ઓર્ડર પર તેમણે સ્પષ્ટ કર્યું કે કામકાજ સલાહકાર સમિતિ દ્વારા કોઈ ફેરફાર કરાયો નથી અને અધ્યક્ષના નિર્ણય બાદ આ મુદ્દે વધુ ચર્ચા શક્ય નથી. CM-DYCMની દિલ્હી મુલાકાત બાદ ગુજરાતમાં UCC અંગે ચર્ચાઓ તેજ દિલ્હીમાં તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉચ્ચસ્તરીય મુલાકાત બાદ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અંગે ચર્ચાઓ તેજ બની હતી. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્રના નેતાઓ સાથે થયેલી બેઠકમાં રાજ્યમાં UCC લાગુ કરવાની પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર અગાઉથી આ મુદ્દે અભ્યાસ કરવા માટે નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષસ્થાને સમિતિ રચી ચૂકી છે, જે વિવિધ વર્ગોના સૂચનો અને કાયદાકીય પાસાઓનું મૂલ્યાંકન કરી રહી છે. સૂત્રોનું માનવું છે કે, સમિતિનો અહેવાલ મળ્યા બાદ રાજ્ય સરકાર માર્ચના છેલ્લા વીકમાં વિધાનસભા સત્રમાં UCC સંબંધિત પ્રસ્તાવ અથવા બિલ રજૂ કરી શકે છે અને તેની તૈયારીઓ શરૂ કરાઈ છે. જો આ કાયદો અમલમાં આવે તો લગ્ન, છૂટાછેડા, દત્તક અને વારસાગત હક જેવા મુદ્દાઓમાં તમામ નાગરિકો માટે એકસરખા નિયમો લાગુ થશે. ઉત્તરાખંડ બાદ ગુજરાત પણ UCC અમલમાં લાવનાર રાજ્યોમાં સામેલ થઈ શકે તેવી રાજકીય અને પ્રશાસનિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) છે શું? દેશમાં બે પ્રકારના કાનૂન છે- ક્રિમિનલ કાયદા અને સિવિલ કાયદા. ક્રિમિનલ કાયદામાં ચોરી, લૂંટ, મારામારી જેવા બનાવો સામે સુનાવણી થાય છે. દરેક ધર્મ, સમુદાયના લોકોને ક્રિમિનલ કાયદા લાગુ પડે છે, જ્યારે સિવિલ કાયદામાં લગ્ન અને સંપત્તિ સાથે જોડાયેલા કેસો ચાલે છે, છૂટાછેડા, ભરણ-પોષણ વગેરે. ભારતમાં અલગ અલગ ધર્મોમાં લગ્નના રીતરિવાજ અલગ અલગ છે. આ જ કારણ છે કે આ પ્રકારના કાયદાને પર્સનલ લૉ પણ કહેવાય છે. પર્સનલ લૉ એટલા માટે કે મુસ્લિમોમાં શાદી અને સંપત્તિના ભાગલા મુસ્લિમ લૉ મુજબ થાય છે. હિન્દુઓમાં હિન્દુ એક્ટ મુજબ કેસ ચાલે છે. ઈસાઈ અને શીખ માટે પણ અલગ પર્સનલ લૉ છે. યુનિફોર્મ સિવિલ કોડ મારફત પર્સનલ લૉ ખતમ થઈ જશે અને કોઈપણ ધર્મ હોય, કોઈપણ સમુદાય હોય, એ તમામ માટે એકસમાન કાયદા રહેશે, જેને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કહેવાય છે. ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતા લાગુ થવાથી શું બદલાયું? ઉત્તરાખંડમાં યુનિફોર્સ સિવિલ કોડ લાગુ કરવાથી લગ્ન રજિસ્ટ્રેશન, મિલકત, સંપત્તિના અધિકાર, બહુપત્નીત્વ પ્રતિબંધ જેવા મુદ્દે ફેરફારો થયો છે. ત્યારે ગુજરાતમાં યુસીસી લાગુ થયા બાદ આ પૈકીના કેટલાક ફેરફાર થવાની શક્યતા છે. 6 મહિનાની અંદર લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે યુસીસી લાગુ થતાં જ બધાં લગ્નોની નોંધણી ફરજિયાત બની જશે. લોકોને તેમના લગ્ન ઓનલાઈન રજિસ્ટર કરાવવામાં મદદ કરવા માટે સુવિધાઓ બનાવવામાં આવી છે, જેથી તેમને સરકારી કચેરીઓમાં જવું ન પડે. આ માટેનો કટ ઓફ 27 માર્ચ 2010 રાખવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે આ દિવસથી થનારાં બધાં લગ્નોની નોંધણી કરાવવી પડશે. લગ્નની નોંધણી 6 મહિનાની અંદર કરાવવી ફરજિયાત રહેશે. લિવ-ઇન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત યુનિફોર્મ સિવિલ કોડમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત રહેશે. આ સંબંધમાં રહેતાં યુગલોએ રજિસ્ટ્રાર સમક્ષ તેમના સંબંધો જાહેર કરવા પડશે. જ્યારે પણ તેઓ સંબંધનો અંત લાવવા માગતા હોય તો આ માહિતી રજિસ્ટ્રારને પણ આપવી પડશે. લિવ-ઇન રિલેશનશિપથી જન્મેલા બાળકને કાયદેસર ગણવામાં આવશે. જો લિવ-ઇન રિલેશનશિપ તૂટી જાય તો સ્ત્રી ભરણપોષણની માગ કરી શકશે. કોઈને જાણ કર્યા વિના એક મહિનાથી વધુ સમય માટે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા બદલ 10,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. રજિસ્ટ્રેશન કરાવનાર કપલની માહિતી તેમનાં માતા-પિતા અથવા સંબંધીઓને અપાશે, આ માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. પુત્ર અને પુત્રીને મિલકતમાં સમાન અધિકાર મિલકતના અધિકારમાં બાળકોમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રહેશે નહીં, એટલે કે સમાજ માન્ય સંબંધોના આધારે જન્મેલાં બાળકો અથવા લિવ-ઇન સંબંધો દ્વારા જન્મેલાં બાળકો વગેરેને સંપત્તિ વહેંચણીમાં સમાન અધિકારો હશે. આ કાયદા હેઠળ બધા ધર્મો અને સમુદાયોમાં દીકરીઓને સમાન મિલકત અધિકારો આપવામાં આવ્યા છે. માતા-પિતાને પણ સંપત્તિનો અધિકાર કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી તેની મિલકત અંગે પરિવારના સભ્યો વચ્ચે કોઈ વિવાદ ન થાય એ માટે તેની પત્ની, બાળકો અને માતા-પિતાનો મૃતકની મિલકત પર સમાન અધિકાર આપવામાં આવ્યો છે. હલાલા - બહુપત્નીત્વ પર પ્રતિબંધ ઉત્તરાખંડમાં લાગુ કરાયેલા યુસીસીમાં ઇસ્લામમાં પ્રચલિત હલાલાની પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હલાલા ઇસ્લામમાં એક પ્રથા છે, જેમાં જો કોઈ મહિલાને તેના પતિ દ્વારા તલાક આપવામાં આવે છે અને તે પછી તે સ્ત્રી ફરીથી તે જ પતિ સાથે લગ્ન કરવા માગે છે તો મહિલાએ પહેલા તો બીજી વ્યક્તિ સાથે લગ્ન કરવા પડશે અને પછી તલાક લેવા પડશે. આ પછી જ સ્ત્રી તેના ભૂતપૂર્વ પતિ સાથે ફરીથી લગ્ન કરી શકે છે. આ પ્રથાને હલાલા કહેવામાં આવે છે. આ ઉપરાંત મુસ્લિમોમાં એક પુરુષ ત્રણ કે ચાર પત્ની રાખી શકે છે. હવે આ બહુપત્નીત્વ પ્રથા પર પ્રતિબંધ આવી ગયો. 18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન નહીં કરાવી શકાય બધા ધર્મોના લોકો પોતાના રિવાજો મુજબ લગ્ન કરી શકે છે, પરંતુ બધા ધર્મોમાં છોકરાઓ માટે લગ્નની લઘુતમ ઉંમર 21 વર્ષ અને છોકરીઓ માટે 18 વર્ષ કરવામાં આવી છે. હવે મુસ્લિમ છોકરીઓના પણ 18 વર્ષની ઉંમર પહેલાં લગ્ન કરાવી નહીં શકાય. સમગ્ર મિલકતના વસિયતની છૂટ કોમન સિવિલ કોડ (UCC) લાગુ થયા પછી કોઈપણ વ્યક્તિ પોતાની સંપૂર્ણ મિલકત વસિયતમાં આપી શકે છે. સમાન નાગરિક સંહિતા લાગુ થયા પહેલાં મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયો માટે વસિયતનામાના અલગ અલગ નિયમો હતા. હવે આ નિયમો બધા માટે સમાન રહેશે. લગ્નની જેમ છૂટાછેડાનું પણ રજિસ્ટ્રેશન જન્મ અને મૃત્યુની નોંધણીની જેમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી પણ કરાવવી પડશે. આ રજિસ્ટ્રેશન વેબ પોર્ટલ દ્વારા પણ કરી શકાશે. બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં યુસીસી હેઠળ બધા ધર્મોના લોકોને બાળકોને દત્તક લેવાનો અધિકાર હશે, જોકે બીજા ધર્મના બાળકને દત્તક લઈ શકાશે નહીં. અનુસૂચિત જનજાતિઓ યુસીસીના કાયદાની બહાર બંધારણના અનુચ્છેદ 342માં ઉલ્લેખિત અનુસૂચિત જનજાતિઓને UCCમાંથી બાકાત રાખવામાં આવી છે, જેથી તે જાતિઓ અને તેમના રિવાજોનું રક્ષણ થઈ શકે. આ સિવાય ટ્રાન્સજેન્ડરોની પરંપરાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    મિડલ ઈસ્ટનું ઓઈલ દુનિયામાં સૌથી મોંઘું થયું:153 ડોલર પ્રતિ બેરલ થયું; ઓઈલ બચાવવા માટે શ્રીલંકામાં સરકારી ઓફિસો માત્ર 4 દિવસ ખુલશે
    Next Article
    દાહોદમાં પૂર્વ કાઉન્સિલર રખડતા ગધેડાની અડફેટે આવ્યા, સારવાર દરમિયાન મોત:કોંગ્રેસની આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment