Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં પૂર્વ કાઉન્સિલર રખડતા ગધેડાની અડફેટે આવ્યા, સારવાર દરમિયાન મોત:કોંગ્રેસની આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ

    2 days ago

    દાહોદ નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને વિપક્ષના પૂર્વ નેતા દિનેશકુમાર સીકલીગરનું રખડતા ગધેડાની અડફેટે આવ્યા બાદ સારવાર દરમિયાન કરુણ મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર સાથે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાની આગેવાનીમાં વિશાળ સંખ્યામાં કાર્યકરોએ કલેક્ટર કચેરી ગજવી હતી. કોંગ્રેસે તંત્રને 3 દિવસનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે જો રખડતા પશુઓનો નિકાલ નહીં થાય તો આત્મવિલોપન કરતા પણ અચકાઈશું નહીં. ગત તારીખ 22/01/2026 ના રોજ દાહોદ નગરપાલિકાના પૂર્વ નેતા દિનેશકુમાર સીકલીગર પોતાના અંગત કામ અર્થે શહેરના માર્ગો પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક રોડ પર રખડતા એક ગધેડાએ તેમને અડફેટે લીધા હતા. ગધેડાની ટક્કર એટલી પ્રચંડ હતી કે દિનેશભાઈ હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયા હતા અને તેમને મગજના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. હોસ્પિટલના બિછાને 29 દિવસ સુધી જીવન અને મરણ વચ્ચે સતત સંઘર્ષ કર્યા બાદ આખરે તારીખ 20/02/2026 ના રોજ તેમનું દુઃખદ અવસાન નીપજ્યું હતું. આ અકાળે અવસાનને કારણે સીકલીગર પરિવારનો મુખ્ય આધારસ્તંભ તૂટી પડ્યો છે. 10 દિવસથી ધરણા પર બેઠા છીએ છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી- હર્ષદ નિનામા આવેદન પત્ર આપ્યા બાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નિનામાએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “દાહોદ સ્માર્ટ સિટીમાં રખડતા પશુઓના ત્રાસને લઈને અમે છેલ્લા 10 દિવસથી નગરપાલિકા ખાતે ઉપવાસ અને ધરણા પર બેઠા છીએ. શહેરમાં રખડતા ઢોર, કુતરા અને ગધેડાના કારણે લોકોના હાથ-પગ તૂટી રહ્યા છે અને મૃત્યુ થઈ રહ્યા છે. આ સમસ્યા અત્યંત ગંભીર છે, છતાં તંત્ર ઘોર નિદ્રામાં છે. અમે કલેક્ટરને આવેદન આપીને માત્ર 3 દિવસનો સમય આપ્યો છે.” આત્મવિલોપન અને આમરણાંત ઉપવાસની ચીમકી જિલ્લા પ્રમુખે વધુમાં કહ્યું કે, "જો આગામી 3 દિવસમાં દાહોદ શહેરમાંથી રખડતા પશુઓનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે, તો અમે આમરણાંત ઉપવાસ પર ઉતરીશું. જો જનતાના હિત માટે જરૂર પડશે તો અમે આત્મવિલોપન કરતા પણ પીછેહઠ નહીં કરીએ." કોંગ્રેસની આ ચીમકીને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સ્માર્ટ સિટીના નામે ચાલતા ભ્રષ્ટાચાર અને જનતાની સુરક્ષાના મુદ્દે હવે આરપારની લડાઈના મંડાણ થયા હોય તેવું લાગી રહ્યું છે. કોંગ્રેસે આવેદન પત્રમાં આક્ષેપ કર્યો છે કે દાહોદ હવે સ્માર્ટ સિટી નહીં પણ 'ફોરેસ્ટ સિટી' જેવું ભયાનક લાગી રહ્યું છે. શહેરના દરેક માર્ગો પર પશુઓનું સામ્રાજ્ય છે. પશુઓ પકડવા માટે જે એજન્સીઓ નક્કી કરાઈ છે, તે માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે આ મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધવાની માંગ કરી છે. પૂર્વ કાઉન્સિલર દિનેશકુમાર સીકલીગરના નિધનથી તેમના પરિવારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. કોંગ્રેસે માંગ કરી છે કે આ મોત માટે સંપૂર્ણપણે નગરપાલિકા અને વહીવટી તંત્રની બેદરકારી જવાબદાર છે, તેથી પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક વળતર ચૂકવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    UCC કમિટીએ CM ભૂપેન્દ્ર પટેલને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો:લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય 21 વર્ષ કરવાની ભલામણ થઈ શકે, લિવ-ઇન રિલેશનશીપ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની સંભાવના
    Next Article
    હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 'નંદાદેવી' જહાજ વાડીનાર પહોંચ્યું:ઈરાક સામે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધના વાદળ વચ્ચે ગેસ સપ્લાય; LPG પુરવઠા અનલોડ કરવાનું શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment