Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 'નંદાદેવી' જહાજ વાડીનાર પહોંચ્યું:ઈરાક સામે અમેરિકા-ઈઝરાયલના યુદ્ધના વાદળ વચ્ચે ગેસ સપ્લાય; LPG પુરવઠા અનલોડ કરવાનું શરૂ

    2 days ago

    જામનગર-દ્વારકા હાઈવે નજીક આવેલા ખંભાળિયાના વાડીનાર દરિયાકાંઠે 'નંદાદેવી' નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે દેશના એલપીજી પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજમાં અંદાજિત 45,000 થી 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ જહાજને કંડલા પોર્ટ પર જવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વાડીનાર બંદર તરફ વાળવામાં આવ્યું હતું. માહિતી મુજબ, ખંભાળિયાના વાડીનારથી આશરે 10-11 નોટિકલ માઈલ દૂર દરિયામાં જહાજમાંથી ગેસ અનલોડ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. છેલ્લા બે દિવસમાં આવા બે મોટા એલપીજી કેરિયર જહાજો ભારતમાં પહોંચી ચૂક્યા છે, જે મળીને કુલ 92,000 થી વધુ મેટ્રિક ટન ગેસ લાવી રહ્યા છે. આ જથ્થો દેશના લાખો ઘરેલુ ગેસ સિલિન્ડરોની જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતો માનવામાં આવે છે. ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે અટવાયેલા ભારતીય જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ભારત અને ઈરાન વચ્ચે થયેલા રાજદ્વારી પ્રયાસો મહત્વપૂર્ણ સાબિત થયા છે. આ સફળતા દેશની ઊર્જા સુરક્ષા માટે સકારાત્મક સંકેત છે. 'નંદાદેવી' જહાજના આગમનથી ઘરેલુ ગેસના વિતરણમાં સુધારો થશે અને સંભવિત અછતને દૂર કરવામાં મદદ મળશે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં પૂર્વ કાઉન્સિલર રખડતા ગધેડાની અડફેટે આવ્યા, સારવાર દરમિયાન મોત:કોંગ્રેસની આત્મવિલોપનની ચીમકી, જિલ્લા પ્રમુખ હર્ષદ નિનામાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
    Next Article
    300 કરોડના ખર્ચે બનેલી નવી ESIC હોસ્પિટલ શોભાના ગાંઠીયા સમાન:સુરતમાં સારી સારવારની આશાએ શ્રમિકો દર મહિને ESIC અંતર્ગત પગારમાંથી નાણાં કપાવે ને બદલામાં મળે છે વહીવટી તંત્રની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment