Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિડલ ઈસ્ટનું ઓઈલ દુનિયામાં સૌથી મોંઘું થયું:153 ડોલર પ્રતિ બેરલ થયું; ઓઈલ બચાવવા માટે શ્રીલંકામાં સરકારી ઓફિસો માત્ર 4 દિવસ ખુલશે

    3 days ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જંગનો આજે 18મો દિવસ છે. આ જંગના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં તેજી જોવા મળી છે. તેલની કિંમત વધીને 153 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે, જે તાજેતરના સમયના સૌથી ઊંચા સ્તરોમાંનું એક માનવામાં આવે છે. આ વધારાની અસર દુનિયાભરની અર્થવ્યવસ્થાઓ પર પડી રહી છે, ખાસ કરીને એવા દેશો પર જે તેલની આયાત પર નિર્ભર છે. તેલની કિંમતોમાં અચાનક આવેલી આ તેજીના કારણે ઘણા દેશોમાં મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પરિવહન, વીજળી અને જરૂરી ચીજવસ્તુઓની કિંમતો પર આની સીધી અસર પડી શકે છે. આ દરમિયાન, શ્રીલંકાએ જાહેરાત કરી છે કે હવે સરકારી ઓફિસો અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે. આ નિર્ણય ઈંધણ બચાવવા અને ઉર્જા સંકટને પહોંચી વળવા માટે લેવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે આ પગલાથી પેટ્રોલ અને ડીઝલના વપરાશમાં ઘટાડો થશે અને દેશની આર્થિક સ્થિતિને સંભાળવામાં મદદ મળશે. આ પહેલા પણ શ્રીલંકા આર્થિક સંકટ અને ઈંધણની અછતનો સામનો કરી ચૂક્યું છે. હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 'નંદાદેવી' જહાજ વાડીનાર પહોંચ્યું જામનગર-દ્વારકા હાઈવે નજીક આવેલા ખંભાળિયાના વાડીનાર દરિયાકાંઠે 'નંદાદેવી' નામનું એલપીજી કેરિયર જહાજ સફળતાપૂર્વક પહોંચી ગયું છે. આ જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ગુજરાત સુધી પહોંચ્યું છે, જે દેશના એલપીજી પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ જહાજમાં અંદાજિત 45,000 થી 46,000 મેટ્રિક ટન એલપીજી ગેસનો જથ્થો લાવવામાં આવ્યો છે. શરૂઆતમાં આ જહાજને કંડલા પોર્ટ પર જવાનું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેને વાડીનાર બંદર તરફ વાળવામાં આવ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો… આ પહેલા ભારતીય જહાજ શિવાલિક સોમવારે LPG લઈને ‘મુંદ્રા પોર્ટ’ પહોંચી ચૂક્યું છે. આ જહાજ પર લગભગ 46 હજાર મેટ્રિક ટન LPG છે, જે લગભગ 32.4 લાખ ઘરેલુ ગેસ સિલિન્ડર બરાબર છે. શિવાલિક જહાજના ભારત પહોંચવાનો વીડિયો… ભારતે હોર્મુઝ સ્ટ્રેટ નજીક બે યુદ્ધ જહાજ તૈનાત કર્યા ભારતે ઈરાન નજીક આવેલા વિશ્વના મહત્વના દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ પાસે પોતાના બે યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. ANI એ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે ભારતીય નૌકાદળના આ ટાસ્ક ફોર્સ જહાજો ઓઈલ અને ગેસ લઈને ભારત આવતા વ્યાપારી જહાજો અને ટેન્કરોને સુરક્ષા આપશે. સાથે જ જરૂર પડ્યે તેમને દરેક પ્રકારની સહાય પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા ખતરા વચ્ચે ભારત પોતાના ઉર્જા સપ્લાય માર્ગ અને દરિયાઈ વેપારની સુરક્ષાને લઈને સતર્ક છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    ઈશાન SRHની કેપ્ટનશીપ કરી શકે છે:કમિન્સ પીઠની ઈજાને કારણે શરૂઆતની મેચમાંથી બહાર; ઝારખંડને પહેલીવાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અપાવી
    Next Article
    UCC કમિટીએ CM ભૂપેન્દ્ર પટેલને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો:લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય 21 વર્ષ કરવાની ભલામણ થઈ શકે, લિવ-ઇન રિલેશનશીપ માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની સંભાવના

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment