Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સળગેલી લાશ જોઈ બાળકો ફફડી ઉઠ્યા:ગુજરાતમાં રક્તરંજિત રાત, UCC કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો; સગીરના આપઘાતે સૌને હચમચાવ્યા

    2 days ago

    UCC કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો રાજ્ય સરકાર બિલ રજુ કરે તે પહેલા UCC કમિટીએ મુખ્યમંત્રીને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો... જેમાં લગ્ન માટે યુવતીની લઘુત્તમ વય 21 વર્ષ કરવા અને લિવ-ઇન માટે ફરજિયાત રજીસ્ટ્રેશનની ભલામણ થઈ શકે છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતના હાઈવે પર 1 રાતમાં 3 અકસ્માત, 6 મોત ગુજરાતના સ્ટેટ હાઈવે પર ગઇ રાત્રે 3 અકસ્માતમાં 6એ જીવ ગુમાવ્યા... દાંતીવાડામાં પૂર ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાતા 2 જીવતા ભુંજાયા.. ગોધરા-વડોદરા હાઈવે પર 4 વાહનો વચ્ચેના અકસ્માતમાં TRB જવાન સહિત બેના મોત થયા .. તો સાણંદમાં ડમ્પર અને ટેન્કરની ટક્કરમાં 2ના જીવ ગયા ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુસાઇડ નોટ લખી સગીરનો આપઘાત અમદાવાદમાં સગીરે ગળે ફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું. સાસરી પક્ષ તરફથી સગીરની માતાને ખૂબ જ પરેશાન કરવામાં આવતી સાથે તેના પિતા તેની માતાને મારતા હતા જેથી ટેન્શન અને ડરમાં ઘેરાયેલા સગીર દીકરાએ અંતિમ પગલુ ભર્યુ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલાએ ઝાડ પર દોરડા વડે ગળાફાંસો ખાધો વડોદરાના વારસિયા રિંગ રોડ પર ધનસાબેન ચુનારા નામની પરિણીતાએ મંદિરની બાજુમાં આવેલા વડના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો... પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો 'ઉના કાંડ'માં 10 વર્ષ બાદ ચુકાદો આવ્યો છે. જેમાં એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ પાંચેય દોષિતને 5 વર્ષની સજા ફટકારવામાં આવી પરંતુ આરોપીઓ અગાઉ જ 6 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવી ચૂક્યા હોવાથી સજાની અવધિ પહેલેથી જ પૂર્ણ થઈ ગઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાળકોએ મહિલાની સળગેલી લાશ જોઈ અમદાવાદના નોબલનગર ચાર રસ્તા પાસે ઝુપડપટ્ટીમાં રહેતા બાળકો લઘુશંકા કરવા ગયા ત્યારે તેમણે મહિલાની સળગેલી હાલતમાં લાશ જોઇ હતી .. બાળકોએ હાજર TRB જવાનને જાણ કરી હાલ પોલીસ તપાસ શરુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંબાજી મંદિર કેસમાં નવો વળાંક જૂનાગઢ ગિરનાર અંબાજી મંદિર કેસમાં તપાસ કરી રહેલા પ્રાંત અધિકારી પર પૂજારી પ્રિન્સ ઠાકોરે આક્ષેપ કરતા કહ્યુ કે જે સમયે મંદિરમાં આ માંસ-મટનનું પ્રકરણ બન્યું ત્યારે તે ત્યાં હાજર નહોતો. ગઈકાલે રવિવારે સવારે 11:30 વાગ્યે તેને પ્રાંત અધિકારી કાંત સાહેબની ઓફિસે બોલાવવામાં આવ્યો હતો અને આખો દિવસ કશું જ ખાધા-પીધા વગર બેસાડી રાખી સાંજે તેનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મોરબીનો સિરામિક ઉદ્યોગ એક મહિના માટે બંધ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મોરબી સિરામિક ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાતા પ્રોપેન અને નેચરલ ગેસની અછત તેમજ ભાવમાં અસ્થિરતાને એસોસિએશને આગામી 1 મહિના સુધી તમામ કારખાનાઓ બંધ રાખવાનો નિર્ણય લીધો છે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષીય સગીરાને હાઈકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરની 16 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાને 16 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી છે. સગીરાએ ગર્ભ રાખવાની ના પાડતા કોર્ટે પહેલા મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો અને હકારાત્મક રિપોર્ટ મળ્યા બાદ અંતિમ મંજૂરી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાંકરિયાના પ્રાણીઓને ગરમીથી રાહત કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી બચાવવા માટે સિંહ, વાઘ અને દીપડાના પિંજરા સામે મોટા ઇન્ડસ્ટ્રીયલ કુલર મૂકવામાં આવ્યા અને પક્ષીઓના પિંજરા પર ગ્રીન નેટ બંધાઇ ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    LIVE કેમેરા પર યુવકે છાતીમાં ગોળી મારી:મિત્ર વીડિયો બનાવતો રહ્યો, 'ચલાવતો નહીં ભાઈ...' કહ્યું પણ હસતા મોઢે ગોળી ધરબી; ચોંકાવનારો VIDEO
    Next Article
    ગેસ સિલિન્ડરની બૂમો વચ્ચે પાઈપલાઈન કનેક્શન વધ્યા:વડોદરા ગેસ કંપનીએ 10 દિવસમાં 1500 નવા કનેક્શન નાંખ્યા, દોઢ મહિનો કોઈ મુશ્કેલી ન પડે એટલો જથ્થો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment