Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ સિલિન્ડરની બૂમો વચ્ચે પાઈપલાઈન કનેક્શન વધ્યા:વડોદરા ગેસ કંપનીએ 10 દિવસમાં 1500 નવા કનેક્શન નાંખ્યા, દોઢ મહિનો કોઈ મુશ્કેલી ન પડે એટલો જથ્થો

    2 days ago

    અમેરિકા-ઈરાન યુદ્ધની અસર ભારતમાં પણ જોવા મળી રહી છે અને અનેક સ્થળોએ LPG ગેસ સિલિન્ડરની અછત જોવા મળી રહી છે, ત્યારે વડોદરા ગેસ કંપની (VGL) દ્વારા 10 દિવસમાં 1500 નવા કનેક્શન નાખવામાં આવ્યા છે. વડોદરા ગેસ કંપની પાસે પૂરતો પુરવઠો હોવાનું ગેસ કંપનીના અધિકારીઓએ જણાવ્યું હતું. 'જ્યાં ગેસ લાઇન છે ત્યાં અમે ત્વરિત કનેક્શન આપી રહ્યા છે' વડોદરા ગેસ કંપનીના એમડી વિનય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, હાલમાં LPG ગેસ સિલિન્ડરો મેળવવામાં કેટલાક લોકોને તકલીફ પડી રહી છે, જેની સામે વડોદરા ગેસ લિમિટેડ કંપનીમાં રોજેરોજ નવી ઇન્કવાયરી આવી રહી છે. અમે જ્યાં ગેસ લાઇન છે ત્યાં ત્વરિત ગેસ કનેક્શન આપી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગેસ કનેક્શન નાખવામાં આવી રહ્યા છે. જ્યાં કનેક્ટિવિટી નથી ત્યાં થોડો વિલંબ થઈ રહ્યો છે, પરંતુ અમારી ટીમ તેઓને પણ ગેસ મળે તે દિશામાં કાર્યરત છે. ડોમેસ્ટિકમાં રોજની 1.61 લાખ ક્યુબિક મીટર ગેસની ખપત એમડી વિનય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, વડોદરા ગેસ કંપની દ્વારા શહેરમાં પુરતો જથ્થો પૂરો પાડવા સક્ષમ છે. હાલમાં ડોમેસ્ટિકમાં 1.61 લાખ ક્યુબિક મીટર અને સીએનજીમાં 2.5 લાખ ક્યુબિક મીટર સપ્લાય આપવામાં આવી રહ્યો છે. કુલ 4.70 લાખ ક્યુબિક મીટર જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. હાલમાં ઈન્ડસ્ટ્રીઝમાં 80 ટકા જથ્થો આપવામાં આવી રહ્યો છે. અમારી પ્રાથમિકતા ઘરેલું ગેસ પૂરો પાડવાની છે. દોઢ મહિનો ચાલે તેટલો જથ્થો છે વડોદરા ગેસ લિમિટેડ ગેઈલ ઈન્ડિયા પાસેથી ગેસ પુરવઠો મેળવે છે. વડોદરા ગેસના અધિકારી શ્રીવાસ્તવે જણાવ્યું કે, હાલમાં દોઢ મહિનો કોઈ પણ મુશ્કેલી આવી શકે તેમ નથી. પૂરતો જથ્થો છે. જેથી શહેરીજનોએ કોઈપણ પ્રકારની અફવામાં આવવાની જરૂર નથી. અમે હાલમાં કોઈ સપ્લાય બંધ કરવાના નથી. કોમર્શિયલમાં વધુ માંગ છે વીજીએલના અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની બુકિંગ બંધ કરી દેવામાં આવી છે, જેથી ગેસ કનેક્શન મેળવવા કોમર્શિયલમાં પણ માંગ વધી છે. હાલ સુધીમાં 100 જેટલી ઇન્કવાયરી છે જેમાંથી અમે 65 ચેક કરી ચૂક્યા છે. અમારી એવી કોશિશ છે કે રોજ 5-10 કનેક્શન આપી શકીએ. કોમર્શિયલમાં અમારી પ્રાથમિકતા હોસ્પિટલની રહી છે.
    Click here to Read More
    Previous Article
    સળગેલી લાશ જોઈ બાળકો ફફડી ઉઠ્યા:ગુજરાતમાં રક્તરંજિત રાત, UCC કમિટીએ CMને ફાઈનલ રિપોર્ટ સોંપ્યો; સગીરના આપઘાતે સૌને હચમચાવ્યા
    Next Article
    હિંમતનગરમાં ખેતરના રસ્તાના વિવાદમાં યુવાનની હત્યા:10 આરોપી ઝડપાયા, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment