Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઇદના દિવસે UCCના વિરોધમાં AIMIMનું વિરોધ પ્રદર્શન:જુમ્મા મસ્જિદ બહાર UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરોના બેનરો સાથે સૂત્રોચ્ચાર

    1 week ago

    ગુજરાત વિધાનસભામાં UCC બિલ પસાર થવાનું છે ત્યારે આજે રમજાન ઈદના તહેવારના દિવસે અમદાવાદમાં AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શહેરની જુમ્મા મસ્જિદ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. AIMIM પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. UCC હટાવો દેશ બચાવો, UCC રદ કરો જેવા સૂત્રો લખીને બેનરો દર્શાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ પરવાનગી વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને લઇને પોલીસ દ્વારા તમામ લોકોની અટકાયત કરીને લઈ જવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલી મહિલાએ જણાવ્યું હતું કે અમે આજે UCCનો વિરોધ કરવા માટે ભેગા થયા છીએ અમારી શરિયત કહેતી નથી. UCC રદ કરવાની સરકારને અમે માંગ કરીએ છીએ. ઉત્તરાખંડમાં UCCનો વિરોધ નથી કરવામાં આવ્યો, પરંતુ અમે ગુજરાતમાં રહીએ છીએ એટલે અમે અહીંયા ગુજરાતમાં તેનો વિરોધ કરીશું તેમ કહ્યું હતું. દેશની સંસ્કૃતિની વિરુદ્ધ છે. UCC નાબુદ થવું જોઈએ એવી માંગ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં રમજાન ઈદની નમાજ અદા:26થી વધુ મસ્જીદો અને ઇદગાહોમાં મુસ્લિમ બિરાદરોએ ઉજવી ઈદ
    Next Article
    મામાએ ભણવા આવેલી ભાણી પર ખરાબ નજર રાખી:18 વર્ષીય યુવતીને અઘટિત માંગણી કરી શરીરે અડપલાં કરતા કંટાળીને ઘર છોડ્યું, રખિયાલ પોલીસમાં ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment