Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ ગાંધીએ સ્કુબા ડાઇવિંગ પર 26 કરોડ ખર્ચ્યા:ભાજપના દાવા પર કોંગ્રેસનો પલટવાર, કહ્યું- રિજિજુ બદનામી ફેલાવનારા મંત્રી બન્યા

    1 day ago

    કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને લઈને ચાલી રહેલી રાજકીય લડાઈ હવે રાહુલ ગાંધીની સ્કુબા ડાઈવિંગ સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધીની અંદમાનમાં કરવામાં આવેલી સ્કુબા ડાઈવિંગ પર 26 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ નિવેદન બાદ કોંગ્રેસ સાંસદ મણિકમ ટાગોરે સોમવારે રિજિજુ પર નિશાન સાધતા કહ્યું કે તેમણે હવે “માનહાનિ મંત્રી”ની ભૂમિકા અપનાવી લીધી છે. ટાગોરે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય મંત્રીનું નિવેદન તથ્યોથી પર છે. તેમનો હેતુ અંદમાન-નિકોબારમાં પર્યટનને નિરુત્સાહિત કરવાનો છે. અથવા તો તેઓ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ પર ઉઠી રહેલા સવાલોથી લોકોનું ધ્યાન ભટકાવી રહ્યા છે. કિરણ રિજિજુ અને રાહુલ ગાંધીની સ્કુબા ડાઈવિંગની 2 તસવીરો… જુઓ વિવાદ કેવી રીતે વધ્યો… શું છે ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ ભારત સરકાર મુજબ આ લગભગ ₹90,000 કરોડની બહુહેતુક પરિયોજના છે, જેમાં આંતરરાષ્ટ્રીય ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ, એરપોર્ટ, વીજળી પ્લાન્ટ અને એક નવી ટાઉનશીપ બનાવવાની યોજના છે. સરકારનું કહેવું છે કે આ ભારતની દરિયાઈ સુરક્ષા, વેપાર અને ઇન્ડો-પેસિફિક રણનીતિ માટે જરૂરી છે. સરકાર તેને મહત્વપૂર્ણ માને છે કારણ કે ગ્રેટ નિકોબાર દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંથી એક મલક્કા સ્ટ્રેટમાં એન્ટ્રી એરિયાની ખૂબ નજીક છે. આ વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ રૂટ છે. ભારતનો મોટો ભાગ કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ હજુ પણ વિદેશી બંદરો જેવા કે સિંગાપોર, કોલંબો અને પોર્ટ ક્લાંગમાંથી પસાર થાય છે. સરકાર ઈચ્છે છે કે આ કારોબાર ભારતમાં આવે. ------------------------------------- આ સમાચાર પણ વાંચો… રાહુલનો આરોપ- ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટનો હેતુ સુરક્ષા નહીં:એક બિઝનેસમેનને ફાયદો પહોંચાડવાનો, રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે 1.5 કરોડ વૃક્ષો અને દેશના વારસાનો નાશ, વીડિયો શેર કર્યો; ડાઇવિંગ કર્યુ પર્યાવરણ દિવસ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકારના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ પ્રોજેક્ટનો હેતુ એક બિઝનેસમેનને ફાયદો પહોંચાડવાનો છે અને તે દેશ હિતમાં નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે મોદી સરકાર ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ પર જૂઠું બોલી રહી છે. રાહુલે આરોપ લગાવ્યો કે મોદી સરકાર અને ભાજપ તમને કહે છે કે 'ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ' રક્ષા સાથે જોડાયેલો છે. ખરેખરમાં એવું નથી. આ પ્રોજેક્ટનો હેતુ સુરક્ષા અને ટ્રાન્સશિપમેન્ટ નથી, પરંતુ એક બિઝનેસમેનને ફાયદો પહોંચાડવાનો છે. જેથી ભારતની સૌથી કિંમતી અને અનોખી ઇકોલોજિકલ જમીન પર હોટલ અને કસિનો બનાવી શકાય. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Editor's View: 'પાણી રોકશો તો યુદ્ધ કરીશું':પાકિસ્તાનની ભારતને ધમકી, ભયાનક જળસંકટ વચ્ચે મોટી ગેમ રમી, ચીનની મેલી મુરાદ પણ સામે આવી
    Next Article
    Gujarat Rain Update Live | 12 કલાકમાં 41 તાલુકામાં વરસાદ | Weather | Monsoon | Saurashtra | Amreli

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment