Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UCC બિલના વિરોધમાં આક્રમક કાર્યક્રમોનું આયોજન:યુનિફોર્મ સિવિલ કોડ બિલને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરાશે

    1 week ago

    ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં પસાર કરાયેલા યુનિફોર્મ સિવિલ કોડ (UCC) બિલ મામલે ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ વિરોધ વ્યક્ત કર્યો છે. આ બિલની વિરુદ્ધમાં સમિતિની કોર ગ્રુપની યોજાયેલી બેઠકમાં આ બિલની વિરુદ્ધમાં વિવિધ કાર્યક્રમો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને આ બિલના કાનુની પાસાઓનો અભ્યાસ કરવા માટે નિષ્ણાંત વકીલોની ટીમ બનાવવામાં આવશે. અભ્યાસ બાદ આ બિલને ગુજરાત હોઈકોર્ટ અથવા સુપ્રિમ કોર્ટમાં પડકારવા સુધીની તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં જમાત એ ઈસ્લામીના સભ્ય ઈકબાલ મિરઝાએ કહ્યું હતું કે,યુસીસી બિલ અંગે લો કમિશને સર્ચ કરીને કહેલુ કે આ બિલની જરૂર જ નથી અને તે ઈચ્છનીય નથી. તેમ છતાં તેને લાવવામાં આવ્યું છે. એટલે બંધારણ વિરુદ્ધમાં લાવેલા આ બિલનો વિરોધ કરવા સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં આ બિલને રદ કરવાની માગ સાથે રાજ્યના ગર્વનરને મળીને આવેદન પત્ર આપવામાં આવશે. બાદમાં તા.3 એપ્રિલે ગુજરાતની તમામ મસ્જિદોમાં જુમ્માની નમાઝ હાથમાં કાળી પટ્ટી બાંધીને યુસીસીનો વિરોધ કરાશે. બાદમાં મુસ્લિમ સમુદાયના ધાર્મિક, સામાજિક, રાજકિય આગેવાનો, વકીલો, મુસ્લિમ જમાતો અને સંગઠનોના હાદ્દેદારો પર આધારિત પ્રતિનિધી મંડળો દ્વારા તા.6 એપ્રિલે રાજ્યના દરેક જિલ્લાના કલેક્ટરને આવેદન પત્ર આપવા અને કલેક્ટર કચેરી બહાર પ્લે કાર્ડ સાથે મૌન ધરણા યોજાવામાં આવશે. અન્ય ધાર્મિક અને સામાજિક સંગઠનો સાથે ચર્ચા કરીને સહમતિ અને સહયોગ મેળવવા પ્રયત્નો કરાશે. જેમાં મુદ્દાને માત્ર એક સમુદાયનો નહીં પરંતુ બંધારણીય અને નાગરિક અધિકારોના મુદ્દા તરીકે રજૂ કરાશે. યુસીસી કાયદો શું છે તે અંગે જાગૃતિ લાવવા માટે સેમિનાર, વર્કશોપ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પરિવહન પોર્ટલથી ધીમી ગતિથી લોકો પરેશાન:5Gના જમાનામાં પરિવહન પોર્ટલની ગોકળગાય ગતિ, 20 મિનિટનું એક કામ બે કલાકે પૂરું થાય છે
    Next Article
    SBI કર્મચારીઓનો PLI અસમાનતા સામે ઉગ્ર વિરોધ:ઇન્ક્રીમેન્ટ ભેદભાવના આક્ષેપ સાથે બેંકના સ્ટાફે ઓવરટાઈમ બંધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment