Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SBI કર્મચારીઓનો PLI અસમાનતા સામે ઉગ્ર વિરોધ:ઇન્ક્રીમેન્ટ ભેદભાવના આક્ષેપ સાથે બેંકના સ્ટાફે ઓવરટાઈમ બંધ કર્યો

    1 week ago

    ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફિસર્સ ફેડરેશન અને ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક સ્ટાફ ફેડરેશન દ્વારા પરફોર્મન્સ આધારિત ઇન્સેન્ટિવ (PLI) યોજનાને લઈ વિરોધ કર્યો છે . કર્મચારીઓનું કહેવું છે કે નવી ઇન્સેન્ટિવ પદ્ધતિમાં સ્પષ્ટ અસમાનતા છે. સ્કેલ 1 થી 3ના અધિકારીઓ અને ક્લાર્ક વર્ગને માત્ર 15 દિવસના વેતન જેટલું પ્રોત્સાહન આપવામાં આવે છે, જ્યારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને 70થી 100 ટકા સુધીના લાભ આપવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના મતે, બેંકના દૈનિક કામગીરીમાં સૌથી વધુ જવાબદારી નીચલા કેડરના સ્ટાફ પર હોય છે, છતાં તેમને ઓછું પ્રોત્સાહન મળવું અન્યાય સમાન છે. આ મુદ્દે સંસ્થાઓએ અનેક વખત મેનેજમેન્ટ સમક્ષ રજૂઆત કરી છે, પરંતુ હજી સુધી કોઈ ઠોસ નિર્ણય લેવામાં આવ્યો નથી. સંસ્થાઓએ ચેતવણી આપી છે કે જો માંગણીઓ પર વહેલી તકે નિર્ણય નહીં લેવાય તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. કર્મચારીઓએ ‘વર્ક ટુ રૂલ’નો માર્ગ અપનાવ્યો આ સ્થિતિ નો વિરોધ કરવા હાલ કર્મચારીઓએ ‘વર્ક ટુ રૂલ’નો માર્ગ અપનાવ્યો છે. તેના હેઠળ હવે તેઓ માત્ર સત્તાવાર સમય એટલે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5.30 વાગ્યા સુધી જ કામ કરી રહ્યા છે. આ સમય બાદ કોઈ પણ કર્મચારી ઓફિસમાં રોકાશે નહિ અને ઓવરટાઈમ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. અગાઉ સ્ટાફની અછત હોવાથી કર્મચારીઓ નિયમિત રીતે વધારાના કલાકો સુધી કામ કરતા હતા, પરંતુ હવે તે પ્રથા પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે.- નીતેશ પરમાર યુનિયન પ્રતિનિધિ
    Click here to Read More
    Previous Article
    UCC બિલના વિરોધમાં આક્રમક કાર્યક્રમોનું આયોજન:યુનિફોર્મ સિવિલ કોડ બિલને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારી કરાશે
    Next Article
    પ્રેક્ટિકલ પરીક્ષાનો ડર દૂર કરવા મેડિકલ રિવિઝન સેશનનું આયોજન:પરીક્ષામાં માત્ર જ્ઞાન જ નહીં, પણ રજૂઆત અને આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્ત્વનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment