Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેક્ટિકલ પરીક્ષાનો ડર દૂર કરવા મેડિકલ રિવિઝન સેશનનું આયોજન:પરીક્ષામાં માત્ર જ્ઞાન જ નહીં, પણ રજૂઆત અને આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્ત્વનો

    1 week ago

    મેડિકલ અભ્યાસમાં ફાઈનલ વર્ષ સૌથી અઘરું માનવામાં આવે છે. થિયરીની તૈયારી બધા કરે છે, પરંતુ પ્રેક્ટિકલ પરીક્ષામાં કેવા પ્રશ્નો પુછાશે, પેશન્ટ સામે કેવી રીતે વર્તવું અને એક્ઝામિનરની અપેક્ષા શું હશે, તેને લઈને વિદ્યાર્થીઓ ભારે તણાવમાં હોય છે. આ સ્ટ્રેસને કારણે ઘણીવાર તેજસ્વી વિદ્યાર્થીઓ પણ ભૂલો કરી બેસે છે. તો આ ભય ને દૂર કરવા માટે મેડિકલ એસોસિએશન દ્વારા વિશેષ રિવિઝન સેશન્સનું આયોજન કરવામાં આવ્યું છે. 6 એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ પહેલાં શહેરની 6 થી વધુ મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને સ્ટ્રેસ-ફ્રી કરવા માટે એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા પ્રેક્ટિકલ ટિપ્સ આપવામાં આવી રહી છે મેડિકલ એસોસિએશનના ડૉ. જીજ્ઞેશ શાહ પ્રમુખ જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં બી.જે. મેડિકલ, નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ, NHL, સોલા સિવિલ અને GCS જેવી પ્રતિષ્ઠિત કોલેજોના વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. પીડિયાટ્રિકના સેશનમાં 400 અને ENTમાં 170 જેટલા વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ હાજર રહ્યા હતા. જોકે, ડિજિટલ માધ્યમનો વ્યાપ એટલો છે કે લાઈવ સેશન્સમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયા હતા. આગામી ગાયનેક અને સર્જરીના સેશન્સ માટે અત્યાર સુધીમાં 450થી વધુ રજીસ્ટ્રેશન થઈ ચૂક્યા છે . એટલે 1500 થી વધુ વિદ્યાર્થી આનો લાભ લઇ રહ્યા છે . આમ એવા પ્રોફફેસરને બોલાવ્યા છે જે પોતે વર્ષોથી પ્રેક્ટિકલ પરીક્ષાઓ લેતા આવ્યા છે. આ અનુભવી શિક્ષકો વિદ્યાર્થીઓને એ સમજાવે છે કે પરીક્ષામાં માત્ર જ્ઞાન જ નહીં, પણ રજૂઆત અને આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે.
    Click here to Read More
    Previous Article
    SBI કર્મચારીઓનો PLI અસમાનતા સામે ઉગ્ર વિરોધ:ઇન્ક્રીમેન્ટ ભેદભાવના આક્ષેપ સાથે બેંકના સ્ટાફે ઓવરટાઈમ બંધ કર્યો
    Next Article
    ધરપકડ:મોરબી જિ. પં.ના પૂર્વ ચેરમેન લોરિયાનો ઉદ્યોગકાર પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment