Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:મોરબી જિ. પં.ના પૂર્વ ચેરમેન લોરિયાનો ઉદ્યોગકાર પર હુમલો

    1 week ago

    મોરબીમાં ઉછીના લીધેલા 25 લાખ પરત આપવાને બદલે જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન અજય લોરિયાએ ઉદ્યોગપતિ પર હુમલો કર્યો હતો. જેના પગલે ઉદ્યોગપતિએ ફરિયાદ નોંધાવતાં પોલીસ હરકતમાં આવી હતી અને લોરિયાની ધરપકડ કરી તેની પાસેથી ધોકા સહિતના હથિયાર કબજે લીધા હતા. મોરબીના મેટ્રો ગ્રુપના સંચાલક શેખરભાઈ આદ્રોજાએ ભાજપના અજય લોરિયા પર ગંભીર આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી હતી કે અજયે તેની પાસેથી ધંધા માટે હાથ ઉછીના રૂ 25 લાખ લીધા હતા જે વારંવાર માગવા છતાં પરત આપતો ન હતો. ગત રવિવારે શેખરે રૂપિયા માંગતા અજયે તેમને સરદાર બાગ પાસે બોલાવ્યા હતા અને શેખર તેમજ જયેશભાઇ જેવા ત્યાં પહોંચ્યા કે તરત તેમના પર હુમલો કર્યો હતો અને ગંભીર ઈજા પહોચાડી મારી નાખવાની ધમકી આપી હતી. આથી બન્નેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ ઘટનામાં શેખરભાઈના બન્ને હાથમાં ફેકચર જેવી ઈજા પહોચી હતી, બચાવવા વચ્ચે પડેલા જયેશભાઈને ધોકો માથામાં વાગતા ગંભીર ઈજા પહોચી હતી.
    Click here to Read More
    Previous Article
    પ્રેક્ટિકલ પરીક્ષાનો ડર દૂર કરવા મેડિકલ રિવિઝન સેશનનું આયોજન:પરીક્ષામાં માત્ર જ્ઞાન જ નહીં, પણ રજૂઆત અને આત્મવિશ્વાસ પણ એટલો જ મહત્ત્વનો
    Next Article
    There is another uproar in the Pakistan Super League | પાકિસ્તાન સુપર લીગમાં ફરી મચ્યો હડકંપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment