Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    UCC મુદ્દે ગૃહમાં ગરમા-ગરમી,:ખેડાવાલાની રસ્તા પર ઉતરવા ચીમકી, અમિત પી.શાહે કહ્યું-પરિણામ ભોગવવા તૈયાર રહો, મુખ્યમંત્રીએ બિલ રજૂ કર્યું

    1 day ago

    ગુજરાત વિધાનસભાની આજે UCC બિલ રજૂ કરવામાં આવશે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બન્યું છે. આજે મુખ્યમંત્રીએ ગૃહમાં બિલ રજૂ કર્યું છે.આ બિલમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈ છે. ગૃહમાં ચર્ચા દરમિયાન હલાલા મુદ્દે ખેડાવાલા અને હર્ષ સંઘવી સામ સામે આવી ગયા હતા. આ પહેલાં બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. પ્રશ્નકાળ બાદ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગીનો મુદ્દો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. ચાવડાએ આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી કરતા સભ્યો વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ થયો હતો. આજના દિવસને સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે: હર્ષ સંઘવી ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે. જે રાજ્યમાં સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. દેશને આઝાદી મળ્યા પછી પણ વ્યક્તિગત કાયદાઓ સમાજ અને ધર્મના આધારે અલગ-અલગ રહ્યા હતા, જેના કારણે સૌથી વધુ નુકસાન બહેનો અને દીકરીઓને સહન કરવું પડ્યું હતું. ‘બધા માટે સમાન નિયમો લાગુ થશે’ હવે UCC દ્વારા લગ્ન, વારસાગત અને અન્ય નાગરિક મુદ્દાઓમાં બધા માટે સમાન નિયમો લાગુ થશે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી અને આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. UCC કોઈ એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. વડાપ્રધાનના વિઝન મુજબ UCC અમલમાં મૂકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. સાથે જ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ પક્ષોના ધારાસભ્યો પોતાના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખીને આ બિલને સમર્થન આપશે. લગ્ન નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડ 18 માર્ચે કેબિનેટમાં ચર્ચાયેલા UCCના ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. સમાન વારસા હકમાં બિન-વસીયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. જ્યારે વારસાઇમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો રહેશે. UCC ડ્રાફ્ટ વાંચવા અહીં ક્લિક કરો ઉત્તરાખંડ અને ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ વચ્ચે અનેક સમાનતા સમાન મિલકત અધિકાર ઉત્તરાખંડ:પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. એ કઈ કેટેગરીના છે એનાથી કોઈ ફરક પડતો નથી. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો યુનિફોર્મ સિવિલ કોડ તે વ્યક્તિની મિલકતને પત્ની અને બાળકો વચ્ચે સમાનરૂપે વહેંચવાનો અધિકાર આપે છે. આ સિવાય તે વ્યક્તિનાં માતા-પિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉના કાયદામાં આ અધિકાર માત્ર મૃતકની માતાને જ મળતો હતો. ગુજરાત: બિન-વસિયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. લિવ-ઇન રિલેશનશિપ ઉત્તરાખંડ: રજિસ્ટ્રેશન જરૂરી છે. જો ઉત્તરાખંડમાં રહેતાં કપલ્સ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતા હોય તો તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જોકે આ સ્વ-ઘોષણા જેવું હશે, પરંતુ અનુસૂચિત જનજાતિના લોકોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. બાળકની જવાબદારીઃ જો બાળક લિવ-ઈન-રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લિવ-ઈન કપલની રહેશે. બંનેએ પોતાનું નામ પણ તે બાળકને આપવાનું રહેશે. આનાથી રાજ્યના દરેક બાળકને ઓળખ મળશે. ગુજરાત:લિવ-ઇન રજિસ્ટ્રેશન જરૂરી છે. નોંધણી ફરજિયાત 21 વર્ષથી ઓછી ઉંમર તો વાલીને જાણ કરવી પડશે. નિવેદનના 30 દિવસમાં નોંધણી તથા રજિસ્ટ્રારે નોંધણી કરી પ્રમાણપત્ર આપવું પડશે અથવા રજિસ્ટ્રેશનનો ઇનકાર કરવો પડશે. 1 મહિનાથી વધુ નોંધણી વિના લિવ-ઈનમાં રહેશે તો 3 મહિનાની જેલ અથવા 10 હજાર સુધી દંડ બાળકની જવાબદારીઃ લિવ-ઈનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે. જો મહિલાને ત્યજી દેવામાં આવે તો તે ભરણપોષણની હકદાર છૂટાછેડા ઉત્તરાખંડ: છૂટાછેડા ફક્ત સમાન કારણ પર જ મળશે. પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધારો અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા મળી શકશે નહીં. ગુજરાત: પરંપરા કે અંગત કાયદા હેઠળ છૂટાછેડા માન્ય નહીં ગણાય. ક્રૂરતા, ધર્માંતરણ, અસાધ્ય માનસિક બીમારી કે 7 વર્ષથી ગુમ હોય તેવા કારણોસર છૂટાછેડા માગી શકાશે. પતિ-પત્ની એક વર્ષ કે તેથી વધુ સમયથી અલગ રહેતા હોય તો પરસ્પર સંમતિથી પણ છૂટાછેડા લઈ શકશે. અદાલત દ્વારા અપાયેલા છૂટાછેડાના હુકમનામાની 60 દિવસમાં રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત થશે. લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં છૂટાછેડાના મામલામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સુગમતા લાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. સાથે જ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. લિવ-ઈન રિલેશનશિપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે લિવ-ઈન રિલેશનશિપને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. આવા સંબંધમાં રહેતા કપલે રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા મળશે અને તમામ હકો મળશે. જો કોઈ ખોટી માહિતી આપે અથવા નોંધણી ટાળે, તો જેલ તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ-ન્યાયી બનાવાશે મિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થાય. અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને વિશેષ છૂટ જો કે, સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ જળવાઈ રહે. સરકારના આ પગલાને રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે. લિવ-ઇન રિલેશનશિપ લિવ-ઇન રિલેશનશિપમાં રહેલા પાર્ટનર ગુજરાતના રહેવાસીઓ હોય કે ન હોય, રજિસ્ટ્રારને નિવેદન સુપરત કરવું ફરજિયાત રહેશે. બે વ્યક્તિઓ વચ્ચેની લિવ-ઇન રિલેશનશિપ રજિસ્ટર (નોંધણી) જોઇશે નહીં. રાજ્યના પ્રદેશની બહાર લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા ગુજરાતના કોઈપણ રહેવાસી લિવ-ઇન રિલેશનશિપનું નિવેદન રજિસ્ટ્રારને રજૂ કરી શકશે. લિવ-ઇન રિલેશનશિપનું કોઈપણ બાળક, દંપતીનું કાયદેસર બાળક ગણાશે, પરંતુ જો તે લગ્ન હોય અને જેમના રિવાજો અને પ્રથા સંબંધને મંજૂરી આપતા હોય એવી વ્યક્તિ(વ્યક્તિઓ)ને પ્રતિબંધો પર લાગુ પડશે નહીં લિવ-ઇન રિલેશનશિપની નોંધણી રજિસ્ટ્રાર રજૂ કરેલા લિવ-ઇન રિલેશનશિપના નિવેદનની વિગતોની તપાસ કરશે અને સંક્ષિપ્ત તપાસ હાથ ધરીને તેણીએ/તેણે ખાતરી થવી જોઇશે કે લિવ-ઇન રિલેશનશિપ કલમ 386 હેઠળ ઉલ્લેખેલ છે તેવા પ્રકારની નથી. યુનિફોર્મ સિવિલ કોડ શું છે? યુનિફોર્મ સિવિલ કોડ (UCC) એટલે દેશમાં રહેતા તમામ નાગરિકો (દરેક ધર્મ, જાતિ, લિંગના લોકો) માટે સમાન કાયદો હોવો. જો તેનો અમલ થશે તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન તેમજ લિવ-ઇન સંબંધો જેવી બાબતોમાં દરેક નાગરિક માટે સમાન કાયદો હશે. લગ્નની સાથે સાથે લિવ-ઇન કપલ્સ માટે પણ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સૌપ્રથમ ક્યારે ઊઠ્યો હતો? 1835માં બ્રિટિશ સરકારે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ગુના પુરાવા અને કોન્ટ્રેક્ટને લઈને દેશભરમાં એકસમાન કાયદો બનાવવાની વાત કહેવામાં આવી હતી. એનો અમલ પણ 1840માં કરવામાં આવ્યો હતો, પરંતુ હિન્દુઓ અને મુસ્લિમોના પર્સનલ લોને ધર્મના આધારે એનાથી અલગ રાખવામાં આવ્યા હતા. અહીંથી જ યુનિફોર્મ સિવિલ કોડની માગ શરૂ થઈ હતી. બીએન રાવ સમિતિની રચના 1941માં કરવામાં આવી હતી, જેમાં હિન્દુઓ માટે કોમન સિવિલ કોડ બનાવવાની વાત કરવામાં આવી હતી. સ્વતંત્રતા પછી હિન્દુ કોડ બિલ 1948માં પ્રથમ વખત બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ હિન્દુ મહિલાઓને બાળલગ્ન, સતીપ્રથા, બુરખાપ્રથા જેવા ખોટા રિવાજોમાંથી મુક્ત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    ટ્રેનની-ટિકિટ 8 કલાક પહેલાં રદ કરવશો તો જ રિફંડ મળશે:1 એપ્રિલથી કેન્સલેશનના નિયમમાં ફેરફાર, બોર્ડિંગ સ્ટેશન ચેન્જ કરવાનો નિયમ પણ બદલાશે
    Next Article
    મહેસાણા જિલ્લાની ઐતિહાસિક સિદ્ધિ:13 ગામોને ગોલ્ડ મેડલ; કલેક્ટર અને આરોગ્ય ટીમની મહેનત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment