Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રેનની-ટિકિટ 8 કલાક પહેલાં રદ કરવશો તો જ રિફંડ મળશે:1 એપ્રિલથી કેન્સલેશનના નિયમમાં ફેરફાર, બોર્ડિંગ સ્ટેશન ચેન્જ કરવાનો નિયમ પણ બદલાશે

    13 hours ago

    ભારતીય રેલવેએ ટિકિટ રદ કરવાના નિયમો બદલી નાખ્યા છે. હવે જો કોઈ મુસાફર ટ્રેનના સમયથી 8 કલાકથી ઓછા સમય પહેલા ટિકિટ રદ કરે છે, તો તેને કોઈ પૈસા પાછા મળશે નહીં. એટલે કે, જો તમારી ટ્રેન સાંજે 6 વાગ્યે છે, તો તમારે સવારે 10 વાગ્યા પહેલા ટિકિટ રદ કરવી પડશે, તો જ રિફંડ મળશે. પહેલા આ સમય 4 કલાકનો હતો અને ત્યારે 50% રિફંડ મળતું હતું. હવે સમય વધારીને 8 કલાક કરવામાં આવ્યો છે, પરંતુ 24 થી 8 કલાકની વચ્ચે રદ કરવા પર હજુ પણ 50% પૈસા જ પાછા મળશે. આ ઉપરાંત, હવે મુસાફરો ટ્રેન છૂટવાના 30 મિનિટ પહેલા સુધી પોતાનું બોર્ડિંગ સ્ટેશન પણ બદલી શકે છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંગળવારે જણાવ્યું હતું કે આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે જેથી એજન્ટો અને દલાલો ટિકિટોનો સંગ્રહ ન કરી શકે. નવા નિયમો 1 થી 15 એપ્રિલ 2026 ની વચ્ચે અલગ-અલગ તબક્કામાં લાગુ થશે. રેલ મંત્રી બોલ્યા- ટિકિટોની કાળાબજારી રોકવા માટે નિર્ણય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે દલાલોની પેટર્નને જોતા આ બદલાવ કરવામાં આવ્યો છે. દલાલો અવારનવાર વધારાની ટિકિટ બુક કરી લેતા હતા અને ગ્રાહક ન મળવા પર ટ્રેન છૂટવાના બરાબર પહેલા કેન્સલ કરીને રિફંડ લઈ લેતા હતા. રિફંડના નિયમોને કડક કરવાથી દલાલો દ્વારા ટિકિટોની 'કોર્નરિંગ' (ટિકિટ દબાવી રાખવી) ઓછી થશે અને સામાન્ય યાત્રીઓને કન્ફર્મ ટિકિટ મળવાની સંભાવના વધશે. હવે ચાર્ટ બન્યા પછી પણ સ્ટેશન બદલી શકાશે રેલ મંત્રાલયે બોર્ડિંગ સ્ટેશન બદલવાની સમયમર્યાદા વધારી દીધી છે. હવે મુસાફરો ટ્રેનના શેડ્યૂલ ડિપાર્ચર ટાઈમથી 30 મિનિટ પહેલા સુધી પોતાનો બોર્ડિંગ પોઈન્ટ બદલી શકશે. અત્યાર સુધી આ સુવિધા ફક્ત ચાર્ટ તૈયાર થાય તે પહેલાં સુધી જ મળતી હતી. આ નિયમ એવા મોટા શહેરોમાં ખૂબ મદદરૂપ સાબિત થશે જ્યાં એકથી વધુ રેલવે સ્ટેશન છે, મુસાફરો પોતાની સુવિધા અનુસાર કોઈપણ નજીકના સ્ટેશનથી ટ્રેન પકડી શકશે. યાત્રી IRCTC ની વેબસાઇટ, એપ કે રેલવે કાઉન્ટર દ્વારા પોતાનું બોર્ડિંગ સ્ટેશન બદલી શકે છે. જોકે એકવાર બોર્ડિંગ પોઈન્ટ બદલ્યા પછી તમે જૂના સ્ટેશનથી ટ્રેન પકડી શકશો નહીં. ટ્રેન 3 કલાકથી વધુ મોડી પડે તો પૂરો રિફંડ ક્લેમ કરી શકાશે રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં રિફંડના જૂના નિયમો ચાલુ રહેશે. જો ટ્રેન સંપૂર્ણપણે રદ થઈ જાય અથવા તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાકથી વધુ મોડી પડે, તો યાત્રી TDR ફાઇલ કરીને પૂરો રિફંડ ક્લેમ કરી શકે છે. આ ઉપરાંત, જો ચાર્ટ બન્યા પછી પણ ટિકિટ સંપૂર્ણપણે વેઇટિંગમાં રહી જાય, તો તે આપમેળે રદ થઈ જશે અને પૂરા પૈસા પાછા મળશે. ------------------------------------ આ સમાચાર પણ વાંચો આધાર લિંક વિના ટ્રેનની ટિકિટ બુક નહીં થાય:સવારે 8 થી 4 રિઝર્વ ટિકિટ નહીં મળે, રેલવેનો 8 કલાકવાળો નિયમ લાગુ; નવો નિયમ જાણો આજથી એટલે કે, 5 જાન્યુઆરીથી આધાર લિંક ન હોય તેવા IRCTC યુઝર્સ સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ બુક નહીં કરી શકે. આ નિયમ ફક્ત રિઝર્વ રેલ ટિકિટ બુકિંગ ખુલવાના પહેલા દિવસે લાગુ પડશે. રિઝર્વ ટિકિટનું બુકિંગ ટ્રેન ઉપડવાની તારીખના 60 દિવસ પહેલા ખુલે છે. રેલવે આ નિયમને ત્રણ તબક્કામાં લાગુ કરી રહ્યું છે. પ્રથમ તબક્કો 29 ડિસેમ્બરથી લાગુ થયો હતો. જ્યારે બીજો તબક્કો આજથી શરૂ થઈ ગયો છે અને ત્રીજો તબક્કો 12 જાન્યુઆરીથી લાગુ પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    રેલવેના મુસાફરો માટે કામના સમાચાર:1 એપ્રિલથી ટિકિટ કેન્સલેશનના નિયમમાં ફેરફાર, 8 કલાક પહેલાં રદ કરાવશો તો જ રિફંડ મળશે
    Next Article
    UCC મુદ્દે ગૃહમાં ગરમા-ગરમી,:ખેડાવાલાની રસ્તા પર ઉતરવા ચીમકી, અમિત પી.શાહે કહ્યું-પરિણામ ભોગવવા તૈયાર રહો, મુખ્યમંત્રીએ બિલ રજૂ કર્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment