Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'દુકાનો તૂટવાથી રોજી-રોટી છીનવાઈ ગઈ હવે શું કરવાનું':'પૈસા ભરીએ અમને દુકાન આપો, ધંધા વગર ક્યાં જઈએ', અમદાવાદમાં મોદી સ્ટેડિયમ પાસે 50થી વધુ મિલકતો તોડવાનું શરૂ

    4 दिन पहले

    કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને ડેવલોપમેન્ટ કરવામાં આવનાર છે જેના ભાગરૂપે સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડલાઈનના અમલની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આજે 9 જુલાઈએ કરવામાં આવી છે. જનપથ ત્રણ રસ્તાથી ડી માર્ટ સુધી કોમર્શિયલ મિલકતોના ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી રોડને પહોળો કરવામાં આવશે. કોમર્શિયલ મિલકતોને નોટિસ આપવામાં આવી હતી જે બાદ આજે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. 'દુકાનો તૂટવાથી રોજી-રોટી છીનવાઈ ગઈ' આ ડિમોલિશનને લઈ જેમની દુકાન તોડી પાડવામાં આવી એ સૂર્યાબેન રાઠોડે જણાવ્યું હતું કે, અમારી 35 વર્ષથી દુકાન હતી. અમે પૈસા ભરીએ અમને સામે દુકાન આપો. ધંધા વગર અમે ક્યાં જઈએ. અન્ય એક દુકાનદાર બીપીન ચાવડાએ જણાવ્યું હતું કે, દુકાનો તૂટવાથી રોજી-રોટી છીનવાઈ ગઈ હવે શું કરવાનું. વળતરની તો કોઈ વાત થઈ નથી. 60થી 70 વર્ષથી રહેણાંક અને દુકાન આવેલી છે. વિકાસ સામે અમને કોઈ વાંધો નથી. કોમનવેલ્થ, ઓલમ્પિકની તૈયારી માટે રોડ પહોળો કરાશે કોમનવેલ્થ અને ઓલમ્પિકને ધ્યાનમાં રાખીને સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી આથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડને પહોળો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હયાત 18 મીટર રોડ છે જેને 61 મીટરનો કરવાનો છે. રોડ લાઈન અમલને લઈ અગાઉ નોટિસ આપી હતી રોડ લાઈન અમલમાં અનેક કોમર્શિયલ અને રેસીડેન્સિયલ બિલ્ડિંગો આવેલી છે. રોડ પહોળો કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોમર્શિયલ મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આજે સવારથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા JCB મશીનો સાથે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જનપથ ત્રણ રસ્તા સુધીની 50થી વધુ મિલકત તોડી પડાશે સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવામાં આવશે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડી માર્ટ બાદની મિલકતોનો HCમાં કેસ ચાલી રહ્યો છે જ્યારે ડી માર્ટ બાદ જે કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બિલ્ડિંગ આવેલી છે તેમાં હાઇકોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે. એ સાથે જ સામેના ભાગે ONGCની ઓફીસ આવેલી છે જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલિશન હાથ ધરવામાં આવશે નહીં. 50થી વધુ કોમર્શિયલ મિલકત તોડી પાડવાનું શરૂ સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડીમાર્ટ ની સામેથી લઈને જનપથ ત્રણ રસ્તા સુધીના રોડ પર આવતી કોમર્શિયલ અંદાજે 50થી વધારે મિલકતોને તોડી પાડવામાં આવશે. હાલમાં રહેણાંક એક પણ મિલકતોને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ડી માર્ટ બાદ જે કોમર્શિયલ અને રેસીડેન્સીયલ બિલ્ડિંગ આવેલી છે તેમાં હાઇકોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે હાલમાં ત્યાં કોઈ ડિમોલેશન નહીં કરવામાં આવે પરંતુ અંદાજે 500 મીટરના રોડ ઉપર આવતી મિલકતોને હાલમાં તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે સામેના ભાગે ongcની ઓફીસ આવેલી છે જેથી તેને શિફ્ટ કરવાની હોવાથી હાલમાં ત્યાં પણ ડિમોલેશન કરવામાં આવશે નહીં. આ પણ વાંચો: અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારી, મોદી સ્ટેડિયમ પાસે મોટેરાના બળદેવનગરમાં 29 મકાનો તોડી પડાયાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવેમ્બર, 2025માં કરવામાં આવી હતી. જેને પગલે મોટેરા વિસ્તારમાં બળદેવનગરમાં આવેલાં મકાનોને તોડવામાં આવ્યા હતા. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશને કુલ 22 મકાન તોડી પાડ્યા હતા. જેમાંથી 7 ઘર સ્થાનિકો દ્વારા જાતે જ જ તોડી પાડવામાં આવ્યા હતા. આમ હવે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક જઈ શકાશે.સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં લૂંટેરી દુલ્હન સામે પોલીસ ફરિયાદ:લગ્નના 8 દિવસ બાદ કોઈને કહ્યા વગર દુલ્હન ફરાર, મેરેજ કરવા પીડિતે વચેટિયાને 1 લાખ આપ્યાનો આરોપ
    Next Article
    Gujarat Breaking News | 10 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર | Rain Update News | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment