Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ‘UCC’ તરફ મોટું પગલું:લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઈન પર નિયંત્રણ અને વારસામાં સમાન અધિકાર

    2 days ago

    ગુજરાતમાં ઉત્તરાખંડ પેટર્ન પર યુનિફોર્મ સિવિલ કોડ (UCC) અમલ તરફ સરકાર આગળ વધી રહી છે, જેમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને દંડનો સામનો કરવો પડી શકે છે. સંહિતાના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. UCC ડ્રાફ્ટ વાંચવા અહીં ક્લિક કરો લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં છૂટાછેડાના મામલામાં કાયદાકીય પ્રક્રિયાને વધુ સ્પષ્ટ બનાવવામાં આવી છે. પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે સુગમતા લાવવામાં આવી છે, પરંતુ લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડા માટે અરજી કરી શકાશે નહીં. સાથે જ, બાળકોની કસ્ટડી અને ભરણપોષણ બાબતે માનવીય અભિગમ સાથે કડક અને સંતુલિત જોગવાઈઓ ઉમેરવામાં આવી છે. લિવ-ઈન રિલેશનશિપમાં ફરજિયાત નોંધણી કરાવવી પડશે લિવ-ઈન રિલેશનશિપને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો બનાવવામાં આવ્યા છે. આવા સંબંધમાં રહેતા કપલે રજિસ્ટ્રાર પાસે ફરજિયાત નોંધણી કરાવવી પડશે. આ સંબંધમાંથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા મળશે અને તમામ હકો મળશે. જો કોઈ ખોટી માહિતી આપે અથવા નોંધણી ટાળે, તો જેલ તથા દંડની જોગવાઈ કરવામાં આવી છે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ-ન્યાયી બનાવાશે મિલકત અને વારસાના મુદ્દે સૌથી મોટો ફેરફાર એ છે કે હવે ધર્મ કે જાતિ આધારિત ભેદભાવ વિના તમામ માટે સમાન નિયમો લાગુ પડશે. વસિયત બનાવવાની પ્રક્રિયા અને મિલકત વહેંચણીને વધુ સરળ અને ન્યાયી બનાવવામાં આવી છે, જેથી વારસદારો વચ્ચેના વિવાદોમાં ઘટાડો થાય. અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયોને વિશેષ છૂટ જો કે, સંહિતાની કેટલીક જોગવાઈઓ અનુસૂચિત જનજાતિ અને કેટલાક વિશિષ્ટ સમુદાયો પર લાગુ નહીં થાય, જેથી તેમની પરંપરાગત પ્રથાઓ જળવાઈ રહે. સરકારના આ પગલાને રાજ્યમાં કાનૂની એકરૂપતા અને સામાજિક સમાનતા તરફનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું: VIDEO:રબારી યુવક સાથે પ્રેમ લગ્ન કરનાર દીકરીને પરત લેવા હજારોની સંખ્યા ઉમટી; ગાડીઓમાં તોડફોડ, પોલીસ કાફલો ઘટના સ્થળે
    Next Article
    બરોડા ડેરીની ચૂંટણીમાં 98% મતદાન, હાલ મતગણતરી શરૂ:વડોદરા તાલુકા ઝોનમાં સૌથી પહેલાં મતગણતરી, 47 મત સાથે પાર્થિવ શૈલેષ પટેલની જીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment