Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવો એક્સિડન્ટ તમે ક્યારેય નહીં જોયો હોય! VIDEO:અટલ ટનલમાંથી બહાર નીકળતા જ સ્કોર્પિયો હવામાં ઉડી પિલરમાં ફસાઈ, સળિયા કારની આરપાર નીકળ્યા; એકનું મોત

    1 day ago

    હિમાચલ પ્રદેશની પ્રખ્યાત અટલ ટનલની બહાર બુધવારે રાત્રે એક ખૂબ જ દર્દનાક માર્ગ અકસ્માત થયો. રાત્રે લગભગ 9 વાગ્યે એક તેજ ગતિવાળી સ્કોર્પિયો જેવી ટનલમાંથી બહાર નીકળી, તે અચાનક બેકાબૂ થઈ ગઈ. ગતિ એટલી વધારે હતી કે ગાડી રોડ કિનારે લગાવેલા બેરિકેડ્સને તોડીને સીધી નીચે બની રહેલા એક માળખાના પિલર સાથે અથડાઈ. ટક્કર એટલી ભયાનક હતી કે પિલરમાંથી બહાર નીકળેલા લોખંડના તીક્ષ્ણ સળિયા ગાડીને ચીરીને તેની અંદર સુધી ઘૂસી ગયા. આ અકસ્માતમાં ગાડીનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો. વાહનમાં સવાર રાજસ્થાનના રહેવાસી એક યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે ઉત્તર પ્રદેશના રહેવાસી તેના ત્રણ મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા. આ ઘટનાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે, જેને જોઈને અંદાજ લગાવી શકાય છે કે ટક્કર કેટલી ભયાનક હતી. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો પ્રવાસીઓ હોવાનું કહેવાય છે, જેઓ મનાલી તરફથી ફરીને લાહૌલ તરફ જઈ રહ્યા હતા. ટક્કરનો અવાજ એટલો જોરદાર હતો કે સાંભળતા જ ઘટનાસ્થળે હડકંપ મચી ગયો. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને રાહત ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ. ગાડી પિલર અને સળિયા વચ્ચે ખરાબ રીતે ફસાયેલી હતી, જેના કારણે ઘાયલોને બહાર કાઢવાનું ખૂબ મુશ્કેલ કામ હતું. રેસ્ક્યુ ટીમે ઘણી જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોની મદદથી ઘાયલોને ગાડીમાંથી બહાર કાઢ્યા. તમામ ઘાયલોને તરત જ નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસે મૃતકના મૃતદેહને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પ્રાથમિક તપાસ બાદ પોલીસનું કહેવું છે કે આ અકસ્માત સ્કોર્પિયોની ખૂબ જ તેજ ગતિ અને અચાનક ગાડી પરથી નિયંત્રણ ગુમાવવાને કારણે થયો છે. જોકે, પોલીસ અકસ્માતના અન્ય કારણો શોધવા માટે દરેક એંગલથી મામલાની તપાસ કરી રહી છે. દુર્ઘટનાના તરત જ બાદ ઘટનાસ્થળે લોકોની ભારે ભીડ જમા થઈ ગઈ હતી. અટલ ટનલ જોવા માટે દરરોજ દેશભરમાંથી હજારો પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. પ્રશાસન પણ સતત વાહનચાલકોને પહાડો પર નિર્ધારિત ગતિમાં ગાડી ચલાવવા અને સાવચેતી રાખવાની અપીલ કરતું રહે છે, પરંતુ તેમ છતાં ગતિની બેદરકારી આવા મોટા અકસ્માતોનું કારણ બની રહી છે. --------------------------------- આ સમાચાર પણ વાંચો: કેતન સાથે સગાઈ, ચેતન સાથે અફેર તો આ ત્રીજું કોણ?:હાથમાં બીયરની બોટલ લઈને ફોન પર કોઈને ગાળો બોલતી સિયાનો નવો વીડિયો વાઇરલ પુણેના કેતન અગ્રવાલના હત્યા કેસમાં તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ કેસમાં ધરપકડ કરાયેલી સિયા ગોયલ અને ચેતન ચૌધરી સાથે જોડાયેલી ઘણી ચોંકાવનારી માહિતી સતત સામે આવી રહી છે. આરોપ મુજબ, સિયાએ ચેતન સાથેના અફેરને કારણે તેના મંગેતર કેતનથી છૂટકારો મેળવવા માટે તેને લોહાગઢ કિલ્લા પરથી ધક્કો મારીને તેની હત્યા કરી દીધી હતી. એટલે કે, સંબંધમાં કોઈ ત્રીજા વ્યક્તિને કારણે હત્યાની વાત સામે આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સામે લુકા મોડ્રિચ ટકરાશે:પોર્ટુગલ અને ક્રોએશિયાનો મુકાબલો થશે; FIFA વર્લ્ડ કપમાં 44 વર્ષ પછી સ્પેન vs ઓસ્ટ્રિયા
    Next Article
    નાસીરનગર ડિમોલિશનના વિવાદાસ્પદ DCP નકુમને સરકારનું ઇનામ:એક તરફ હાઇકોર્ટ ખખડાવતી હતી ને બીજી તરફ IPSના પ્રમોશનનો લેટર છૂટ્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment