Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બરોડા ડેરીની ચૂંટણીમાં 98% મતદાન, હાલ મતગણતરી શરૂ:વડોદરા તાલુકા ઝોનમાં સૌથી પહેલાં મતગણતરી, 47 મત સાથે પાર્થિવ શૈલેષ પટેલની જીત

    15 hours ago

    વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી સંસ્થા બરોડા ડેરીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સવારથી મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી. પ્રતિષ્ઠા સભર બરોડા ડેરીની ચૂંટણી યોજાયા બાદ સાંજે તેને મતગણતરી કરવામાં આવી હતી. સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા દરમિયાન મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં ચાર ઝોનમાં 98 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે 4 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. એક બાદ એક ઝોનની ગણતરી કરવામાં આવી હતી. વર્તમાન પ્રમુખ અને ઉપપ્રમુખ બિનહરીફ બરોડા ડેરીના 13 ઝોનમાંથી ઝોન 3, 6, 8 અને 12માં ચૂંટણી યોજાઈ હતી. જ્યારે 1, 2, 4, 5, 7, 9, 10, 11 અને 13 નંબરના ઝોનના 9 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. બરોડા ડેરીના વર્તમાન પ્રમુખ દિનેશ પટેલ-દીનુમામા અને ઉપપ્રમુખ જી. બી. સોલંકી બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. સહકારી વિભાગે શો કોઝ નોટિસ આપી હતી જો કે બિનહરીફ થયા બાદ તેઓને સહકારી વિભાગ દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી હતી. અને તેની સુનાવણી આગામી 23 માર્ચના રોજ થશે. ત્યારે દિનુમામાએ જણાવ્યું હતું કે, હું 2012થી ચૂંટાતો આવ્યો છું. હું ડિરેક્ટર તરીકે બિનહરીફ થયો જ છું. પ્રમુખ બનું કે ન બનું પરંતુ પશુપાલકો માટે હંમેશા કામ કરતો રહીશ. ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વોટ આપ્યો ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ બરોડા ડેરીના મતદાર છે, જેથી ડભોઇ બેઠક ઉપર તેઓ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, ડભોઇ બેઠક ઉપર આ વખતે પુનરાવર્તન નક્કી છે. આગામી સમયમાં બરોડા ડેરીના પશુપાલકો માટે સારો ભાવ માટે તે માટે કામ કરશે. 1400 કરોડનો વહીવટ જુનજોગીઓના હાથમાં જશે? બરોડા ડેરીનો 1400 કરોડનો વહીવટ પોતાના હસ્તક રાખવામાં આમ તો જુના જોગીઓને સફળતા મળી જ ગઈ છે કારણ કે 9 જૂના ડિરેક્ટર બિનહરીફ જાહેર થઈ ગયા છે. ચાર ઝોન માટેની ચૂંટણીના પરિણામો બાદ તેમાં પુનરાવર્તન થાય છે કે પરિવર્તન આવે છે તે ખ્યાલ આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં ‘UCC’ તરફ મોટું પગલું:લગ્ન નોંધણી ફરજિયાત, લિવ-ઈન પર નિયંત્રણ અને વારસામાં સમાન અધિકાર
    Next Article
    પંચમહાલ LCB એ અલ્ટો કાર સાથે તસ્કર ઝડપ્યો:મોટરસાયકલ ચોરી સહિતના ગુનાનો ભેદ ઉકેલાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment