Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:રણલાલ વોરાની ખેડાવાલાને સંબોધીને તલાક-હલાલા પ્રથાઓ અંગે ટિપ્પણી, અધ્યક્ષની સીધું સંબંધોન કરવા સૂચના

    3 days ago

    ગુજરાત વિધાનસભાની આજે UCC બિલ રજૂ કરવામાં આવશે. આ સાથે જ UCC બિલ લાવનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બન્યું છે. આજે મુખ્યમંત્રીએ ગૃહમાં બિલ રજૂ કર્યું છે. આ બિલમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો આપવાની જોગવાઈ છે. બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી કાળથી થઈ હતી. પ્રશ્નકાળ બાદ કોંગ્રેસના અમિત ચાવડા દ્વારા રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની તંગીનો મુદ્દો ઉઠાવતા ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. ચાવડાએ આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગણી કરતા સભ્યો વચ્ચે ઉગ્ર વાદ-વિવાદ થયો. આજના દિવસને સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે: હર્ષ સંઘવી ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC) બિલ અંગે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત માટે આજે ઐતિહાસિક દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કરવા જઈ રહ્યા છે, જે રાજ્યમાં સોનેરી દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. દેશને આઝાદી મળ્યા પછી પણ વ્યક્તિગત કાયદાઓ સમાજ અને ધર્મના આધારે અલગ-અલગ રહ્યા હતા, જેના કારણે સૌથી વધુ નુકસાન બહેનો અને દીકરીઓને સહન કરવું પડ્યું હતું. ‘બધા માટે સમાન નિયમો લાગુ થશે’ હવે UCC દ્વારા લગ્ન, વારસાગત અને અન્ય નાગરિક મુદ્દાઓમાં બધા માટે સમાન નિયમો લાગુ થશે. તેમણે ઉમેર્યું કે, મહિલાઓ આ દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી અને આજે તેઓ મુખ્યમંત્રીને અભિનંદન પાઠવી રહી છે. UCC કોઈ એક ધર્મ માટે નહીં, પરંતુ સમગ્ર સમાજ માટે સમાન ન્યાય આપતું કાયદારૂપ છે. વડાપ્રધાનના વિઝન મુજબ UCC અમલમાં મૂકનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બનશે. સાથે જ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ પક્ષોના ધારાસભ્યો પોતાના વિસ્તારની મહિલાઓના હિત અને અધિકારોને ધ્યાનમાં રાખીને આ બિલને સમર્થન આપશે. લગ્ન નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડ 18 માર્ચે કેબિનેટમાં ચર્ચાયેલા UCCના ડ્રાફ્ટમાં વ્યક્તિગત કાયદાઓને વધુ પારદર્શક અને સમાન બનાવવા મહત્વપૂર્ણ જોગવાઈઓ સામેલ કરવામાં આવી છે. નવી વ્યવસ્થામાં રાજ્યમાં થતા દરેક લગ્નની નોંધણી કરાવવી ફરજિયાત રહેશે. જોકે, નોંધણી ન હોવા છતાં લગ્ન અમાન્ય ગણાશે નહીં, પરંતુ નોંધણી ન કરાવનારને રૂ.10-25 હજાર દંડનો સામનો કરવો પડી શકે છે. UCCના અમલ પહેલા થયેલા લગ્ન માટે પણ નોંધણીની ચોક્કસ પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. સમાન વારસા હકમાં બિન-વસીયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. જ્યારે વારસાઇમાં વસિયત કરી ના હોય તો સંપત્તિમાં માતા-પિતા, બાળકો, પત્ની દરેકને સમાન હિસ્સો રહેશે. UCC ડ્રાફ્ટ વાંચવા અહીં ક્લિક કરો ઉત્તરાખંડ અને ગુજરાતના યુનિફોર્મ સિવિલ કોડ વચ્ચે અનેક સમાનતા સમાન મિલકત અધિકાર ઉત્તરાખંડ:પુત્ર અને પુત્રી બંનેને મિલકતમાં સમાન અધિકાર મળશે. એ કઈ કેટેગરીના છે એનાથી કોઈ ફરક પડતો નથી. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે, તો યુનિફોર્મ સિવિલ કોડ તે વ્યક્તિની મિલકતને પત્ની અને બાળકો વચ્ચે સમાનરૂપે વહેંચવાનો અધિકાર આપે છે. આ સિવાય તે વ્યક્તિનાં માતા-પિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉના કાયદામાં આ અધિકાર માત્ર મૃતકની માતાને જ મળતો હતો. છૂટાછેડા ફક્ત સમાન કારણ પર જ મળશે: પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધારો અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા મળી શકશે નહીં. ગુજરાત: બિન-વસિયતીના મૃત્યુના કિસ્સામાં મિલકતની વહેંચણી માતા-પિતા(એક હિસ્સો), પત્ની/પતિ, બાળકો વચ્ચે સરખા ભાગે થશે. લિવ-ઇન રિલેશનશિપ ઉત્તરાખંડ: રજિસ્ટ્રેશન જરૂરી છે. જો ઉત્તરાખંડમાં રહેતાં કપલ્સ લિવ-ઇન-રિલેશનશિપમાં રહેતા હોય તો તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જોકે આ સ્વ-ઘોષણા જેવું હશે, પરંતુ અનુસૂચિત જનજાતિના લોકોને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે. બાળકની જવાબદારીઃ જો બાળક લિવ-ઈન-રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લિવ-ઈન કપલની રહેશે. બંનેએ પોતાનું નામ પણ તે બાળકને આપવાનું રહેશે. આનાથી રાજ્યના દરેક બાળકને ઓળખ મળશે. ગુજરાત:લિવ-ઇન રજિસ્ટ્રેશન જરૂરી છે. નોંધણી ફરજિયાત 21 વર્ષથી ઓછી ઉંમર તો વાલીને જાણ કરવી પડશે. નિવેદનના 30 દિવસમાં નોંધણી તથા રજિસ્ટ્રારે નોંધણી કરી પ્રમાણપત્ર આપવું પડશે અથવા રજિસ્ટ્રેશનનો ઇનકાર કરવો પડશે. 1 મહિનાથી વધુ નોંધણી વિના લિવ-ઈનમાં રહેશે તો 3 મહિનાની જેલ અથવા 10 હજાર સુધી દંડ બાળકની જવાબદારીઃ લિવ-ઈનમાં જન્મેલા બાળકો કાયદેસર ગણાશે. જો મહિલાને ત્યજી દેવામાં આવે તો તે ભરણપોષણની હકદાર છૂટાછેડા ઉત્તરાખંડ: છૂટાછેડા ફક્ત સમાન કારણ પર જ મળશે. પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધારો અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા મળી શકશે નહીં. ગુજરાત: પરંપરા કે અંગત કાયદા હેઠળ છૂટાછેડા માન્ય નહીં ગણાય છૂટાછેડાનો આધારઃ ક્રૂરતા, ધર્માંતરણ, અસાધ્ય માનસિક બીમારી કે 7 વર્ષથી ગુમ હોય તેવા કારણોસર છૂટાછેડા માગી શકાશે. અલગ રહેતા હોય તો છૂટાછેડાઃ પતિ-પત્ની એક વર્ષ કે તેથી વધુ સમયથી અલગ રહેતા હોય તો પરસ્પર સંમતિથી પણ છૂટાછેડા લઈ શકશે. અદાલત દ્વારા અપાયેલા છૂટાછેડાના હુકમનામાની 60 દિવસમાં રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવવી ફરજિયાત થશે. યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો સૌપ્રથમ ક્યારે ઊઠ્યો હતો? 1835માં બ્રિટિશ સરકારે એક રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં ગુના પુરાવા અને કોન્ટ્રેક્ટને લઈને દેશભરમાં એકસમાન કાયદો બનાવવાની વાત કહેવામાં આવી હતી. એનો અમલ પણ 1840માં કરવામાં આવ્યો હતો, પરંતુ હિન્દુઓ અને મુસ્લિમોના પર્સનલ લોને ધર્મના આધારે એનાથી અલગ રાખવામાં આવ્યા હતા. અહીંથી જ યુનિફોર્મ સિવિલ કોડની માગ શરૂ થઈ હતી. બીએન રાવ સમિતિની રચના 1941માં કરવામાં આવી હતી, જેમાં હિન્દુઓ માટે કોમન સિવિલ કોડ બનાવવાની વાત કરવામાં આવી હતી. સ્વતંત્રતા પછી હિન્દુ કોડ બિલ 1948માં પ્રથમ વખત બંધારણ સભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. એનો ઉદ્દેશ હિન્દુ મહિલાઓને બાળલગ્ન, સતીપ્રથા, બુરખાપ્રથા જેવા ખોટા રિવાજોમાંથી મુક્ત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    ધર્મ બદલતાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ!:માત્ર હિન્દુ-બૌદ્ધ-શીખ જ SC કેટેગરીમાં ગણાશે, મુસ્લિમ કે ખ્રિસ્તી બનો તો આ દરજ્જો ખતમ; સુપ્રીમનો મોટો નિર્ણય
    Next Article
    ઋતુ ચાવડાને પીએચ.ડી.ની પદવી એનાયત:નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કોમર્સ વિષયમાં સંશોધન પૂર્ણ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment