Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઋતુ ચાવડાને પીએચ.ડી.ની પદવી એનાયત:નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કોમર્સ વિષયમાં સંશોધન પૂર્ણ કર્યું

    3 days ago

    ડૉ. સુભાષ મહિલા કોલેજના વિદ્યાર્થિની ઋતુ બલરામભાઈ ચાવડાને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા કોમર્સ વિષયમાં પીએચ.ડી.ની પદવી એનાયત કરવામાં આવી છે. તેમણે ‘એનેલાયઝિંગ ધ ઈમ્પેક્ટ ઓફ ડિવિડન્ડ ઓન માર્કેટ વેલ્યુ ઓફ ઇક્વીટી શેર્સ ઓફ સિલેક્ટેડ આઈ.ટી. સોફ્ટવેર બેઝ કંપની ઇન ઇન્ડિયા’ વિષય પર પોતાનો શોધનિબંધ રજૂ કર્યો હતો. આ શોધનિબંધ ડૉ. પિયુષ મર્થકના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીએ આ સંશોધનને માન્ય રાખી ઋતુ ચાવડાને પીએચ.ડી.ની પદવી પ્રદાન કરી છે. ઋતુ ચાવડાએ તેમની શૈક્ષણિક કારકિર્દીમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. તેમણે બી.કોમ.માં ડૉ. સુભાષ કોલેજમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને એમ.કોમ.માં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમાંક સાથે ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત, તેમણે ગુજરાત એલિજીબીલીટી ટેસ્ટ (GSET-૨૦૨૫) પણ પાસ કરી હતી. પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરીને ઋતુ ચાવડાએ ડૉ. સુભાષ મહિલા કોલેજ અને આહીર જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવસિંહ ડોડીયા, સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, મીતાબહેન ચાવડા અને ડૉ. સુભાષ પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:રણલાલ વોરાની ખેડાવાલાને સંબોધીને તલાક-હલાલા પ્રથાઓ અંગે ટિપ્પણી, અધ્યક્ષની સીધું સંબંધોન કરવા સૂચના
    Next Article
    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજી તાલીમ કાર્યક્રમ પૂર્ણ:GSBTM ના સહયોગથી 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment