Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિલ્વર ઓક યુનિવર્સિટીમાં બાયોટેકનોલોજી તાલીમ કાર્યક્રમ પૂર્ણ:GSBTM ના સહયોગથી 100 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

    3 days ago

    સિલ્વર ઓક યુનિવર્સિટીના SOIS બાયોટેકનોલોજી વિભાગે ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મિશન (GSBTM) ના સહયોગથી 'એમ્પાવરિંગ ધ નેક્સ્ટ જનરેશન બાયોટેકનોલોજીસ્ટ્સ' નામનો ૧૫ દિવસનો પ્રાદેશિક તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ કાર્યક્રમમાં બાયોટેકનોલોજી અને માઇક્રોબાયોલોજી સ્ટ્રીમ્સના 100થી વધુ અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન, ગુજરાત અને અન્ય રાજ્યોની પ્રતિષ્ઠિત સંસ્થાઓના કુલ 55 નિષ્ણાત વક્તાઓએ સત્રો લીધા હતા. આ સત્રો IIT JAM, CUET અને GATB જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની તૈયારી વ્યૂહરચના પર કેન્દ્રિત હતા, જે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવામાં મદદરૂપ થયા. બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સંચાલિત આ 15દિવસીય તાલીમમાં વ્યવહારુ શિક્ષણ, વૈચારિક સ્પષ્ટતા અને વ્યૂહાત્મક પરીક્ષાની તૈયારી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. સહભાગીઓ તરફથી ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. કાર્યક્રમનું સમાપન એક વિશેષ સત્ર સાથે થયું, જેમાં 9 વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યા.
    Click here to Read More
    Previous Article
    ઋતુ ચાવડાને પીએચ.ડી.ની પદવી એનાયત:નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી કોમર્સ વિષયમાં સંશોધન પૂર્ણ કર્યું
    Next Article
    સરકારના આશ્વાસન બાદ પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય:અફવા આફત બનતા લોકો જે હાથમાં આવ્યું એ લઇ દોડ્યા; કુકર, બરણી, કેન, ડોલ, કેરબા, દોલચામાં પેટ્રોલ ભેગું કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment