Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધર્મ બદલતાં જ અનુસૂચિત જાતિનો દરજ્જો ખતમ!:માત્ર હિન્દુ-બૌદ્ધ-શીખ જ SC કેટેગરીમાં ગણાશે, મુસ્લિમ કે ખ્રિસ્તી બનો તો આ દરજ્જો ખતમ; સુપ્રીમનો મોટો નિર્ણય

    3 days ago

    સુપ્રીમ કોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે ફક્ત હિન્દુ, શીખ અને બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા લોકો જ અનુસૂચિત જાતિનો દરજ્જો મેળવી શકે છે. જો કોઈ મુસ્લિમ, ખ્રિસ્તી કે અન્ય કોઈ ધર્મમાં પરિવર્તન કરે છે, તો તે અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવી દેશે. ટૂંકમાં ધર્મ બદલતાં જ SC (શિડ્યુલ કાસ્ટ)નો દરજ્જો ખતમ થઈ ગયો ગણાશે. જસ્ટિસ પીકે મિશ્રા અને જસ્ટિસ મનમોહનની બેન્ચે ચુકાદો આપતા કહ્યું કે ખ્રિસ્તી ધર્મ અપનાવનાર દલિત વ્યક્તિ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ મળતા કોઈપણ લાભનો દાવો કરી શકતો નથી. આ ચુકાદો આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના મે 2025ના ચુકાદા વિરુદ્ધ સંભળાવવામાં આવ્યો હતો. ધર્મ પરિવર્તન પછી પાદરી બનેલા ચિન્થદા આનંદે અરજી કરી હતી કે તેમને અક્કાલા રામિરેડ્ડી સહિત કેટલાક લોકો તરફથી જાતિગત ભેદભાવ અને દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. ચિન્થદાએ SC-ST એક્ટ હેઠળ કેસ કર્યો હતો. મામલો હાઈકોર્ટ પહોંચતા તેના પર સુનાવણી કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ચિન્થદાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ હતો સમગ્ર મામલો આ મામલો વિશાખાપટ્ટનમ જિલ્લાના અનાકાપલ્લીનો છે, જ્યાં મૂળભૂત રીતે SC (માલા સમુદાય) ના ચિન્થદાએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને પાદરી બન્યો. કેસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ખ્રિસ્તી ધર્મ અપનાવવાને કારણે ચિન્થદાનું અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું હતું. ચિન્થદા એક ચર્ચમાં લગભગ 10 વર્ષથી પાદરી તરીકે કામ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ કહ્યું છે કે- અમાનતનો લાભ લેવા માટે ધર્મ બદલવો, બંધારણ સાથે છેતરપિંડી થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે એક કેસમાં સ્પષ્ટ કર્યું હતું કે જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા પછી ફરીથી હિન્દુ ધર્મમાં પાછો ફરે છે, તો તેને SC દરજ્જો મેળવવા માટે વિશ્વસનીય પુરાવા અને સમુદાયની સ્વીકૃતિની જરૂર પડશે. માત્ર લાભ મેળવવાના ઉદ્દેશ્યથી ધર્મ પરિવર્તન કરવાને સુપ્રીમ કોર્ટે બંધારણ સાથે છેતરપિંડી ગણાવી હતી. આંધ્ર પ્રદેશ હાઈકોર્ટે શું કહ્યું હતું… જ્યારે પીડિતે પોતે કહ્યું કે તે છેલ્લા 10 વર્ષથી ખ્રિસ્તી ધર્મનું પાલન કરી રહ્યો છે, ત્યારે પોલીસે આરોપીઓ પર SC/ST અધિનિયમ લગાવવો જોઈતો ન હતો. SC/ST અધિનિયમનો ઉદ્દેશ્ય તે સમુદાયો (અનુસૂચિત જાતિઓ) સાથે જોડાયેલા લોકોનું રક્ષણ કરવાનો છે, ન કે તે લોકોનું જેઓ અન્ય ધર્મોમાં પરિવર્તિત થઈ ગયા છે. ફક્ત આ આધારે SC/ST અધિનિયમ લાગુ કરવો કે તેનું જાતિ પ્રમાણપત્ર રદ કરવામાં આવ્યું નથી, તે કાયદેસરનો આધાર હોઈ શકે નહીં.
    Click here to Read More
    Previous Article
    Turban specialist recalls his work on Dhurandhar set, Ranveer Singh’s praise: ‘’Kya mujhe bhi classes mil sakti hain?’
    Next Article
    મુખ્યમંત્રીએ UCC બિલ ગૃહમાં રજૂ કર્યું:રણલાલ વોરાની ખેડાવાલાને સંબોધીને તલાક-હલાલા પ્રથાઓ અંગે ટિપ્પણી, અધ્યક્ષની સીધું સંબંધોન કરવા સૂચના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment