Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ઉત્તર ભારતીય બ્રહ્મસમાજનું સ્નેહમિલન:નવેમ્બરમાં જગન્નાથ મંદિરે સમૂહ કન્યા વિવાહ અને UCC લાગુ કરવાની ઉગ્ર માંગ

    15 hours ago

    અમદાવાદના નિકોલ સ્થિત વીર શહીદ મંગલ પાંડે ઓડિટોરિયમ ખાતે ઉત્તર ભારતીય બ્રહ્મ સમાજ દ્વારા ‘હોલી સ્નેહમિલન’ સમારોહનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2006માં માત્ર 50 સભ્યોથી શરૂ થયેલું આ સંગઠન આજે 20 વર્ષ પૂર્ણ કરી 2200થી વધુ પરિવારો અને 10,000 સદસ્યોનું વિશાળ વટવૃક્ષ બન્યું છે. આ પ્રસંગે હજારોની મેદની વચ્ચે સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ જામી હતી. પ્રતિભા સન્માન અને સામાજિક ઉદ્દેશ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત ભગવાન પરશુરામની પ્રતિમા અર્પણ કરીને કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી બાળકોને તેમની વિશેષ સિદ્ધિઓ બદલ ‘બ્રહ્મ ગૌરવ’ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. સંસ્થાના અધ્યક્ષ ઉદ્ધવ પાંડેએ જણાવ્યું કે, આવા આયોજનોનો મુખ્ય હેતુ પરસ્પર મેળાપ વધારવા સાથે શિક્ષણ, ખાસ કરીને મહિલા સશક્તિકરણ અને દીકરીઓના અભ્યાસ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. દહેજ મુક્તિ માટે સમૂહ લગ્નનું આયોજન સમાજ દ્વારા આગામી 21 નવેમ્બરે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે સમૂહ કન્યા વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય દહેજ પ્રથાને નાબૂદ કરવાનો છે. આ ઉપરાંત, સંગઠન દ્વારા સમયાંતરે મેડિકલ કેમ્પ, ચોપડા વિતરણ અને સમૂહ યજ્ઞોપવીત જેવા સેવાકીય કાર્યો પણ કરવામાં આવે છે. UCCની માંગ અને આરક્ષણ પર આકરા પ્રહાર કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ પાંડેએ નીતિવિષયક મુદ્દે પણ મંતવ્યો રજૂ કર્યા હતા. તેમણે દેશમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની માંગ કરી હતી અને જણાવ્યું હતું કે આરક્ષણનો લાભ માત્ર આર્થિક રીતે નબળા તમામ ગરીબોને મળવો જોઈએ. તેમણે સામાજિક ભાગલા પાડતા કાયદાઓનો વિરોધ નોંધાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ઇનવિન્સિબલ એનજીઓનો ભવ્ય કાર્યક્રમ:નશામુક્તિ માટે 1400 કિમીની સાયકલ યાત્રા કરનાર યુવા શક્તિનું ટાગોર હોલમાં સન્માન
    Next Article
    દારૂના નશામાં પૂરઝડપે આવીને બાઈક-પાર્ક કારને ટક્કર મારી, CCTV:કારમાં રહેલા એક વ્યકિતનો માંડ જીવ બચ્યો, રબારી કોલોની ચાર રસ્તા પાસે અકસ્માત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment