Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાંથી સિંગર કિંજલ રબારીનું અપહરણ થયાનો પતિનો દાવો, CCTV:ગાયિકા જાતે જ કારમાં બેસતી જોવા મળી, પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી

    9 hours ago

    ગુજરાતી સિંગર કિંજલ રબારીનું પતિની હાજરીમાં અજાણ્યા શખસોએ અપહરણ કર્યાના દાવા સાથે પોલીસને જાણ કરતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. કિંજલ રબારી અને તેના પતિ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા મોલમાં ફિલ્મ જોવા માટે આવ્યા હતા ત્યારે આ બનાવ બન્યાની જાણ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી મેળવી તપાસ કરતા એક વ્યકિત કિંજલ રબારીના પતિને પકડી રાખે છે. આ સમયે જ કિંજલ કારમાં પોતાની જાતે બેસતી જોવા મળી રહી છે. સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઈ છે કે, કિંજલ રબારીનું અપહરણ થયું છે કે સ્વેચ્છાએ ગઈ છે?. સ્થિતિ સ્પષ્ટ કરવા પોલીસે પરિવારજનોના નિવેદન લેવાની શરૂઆત કરી છે. મહત્વનું છે કે, 6 મહિના પહેલા કિંજલ રબારીએ કરેલા પ્રેમલગ્નને લઈ પણ ભારે વિવાદ સર્જાયો હતો. બે કારમાં આવેલા લોકો કિંજલનું અપહરણ કરી ગયાની પતિએ જાણ કરી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગર કિંજલ રબારી પતિ સાથે ચાંદખેડાના મોલમાં મૂવી જોવા ગઈ હતી. જે બાદ બે ગાડી આવી હતી, એક કારમાં કિંજલનું અપહરણ કરીને લઈ જવામાં આવી હોવાની કિંજલના પતિએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતા ચાંદખેડા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.પોલીસ દ્વારા CBD મોલની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. કિંજલ રબારીએ અગાઉ પરિવારની મરજી વિરુદ્ધ આંજણા ચૌધરી સમાજના અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, જેના કારણે મોટો સમાજિક વિવાદ થયો હતો. માર્ચ 2026માં આ વિવાદ વધતાં તેમણે છૂટાછેડા લીધા હતા અને પરિવાર તથા સમાજના આગેવાનની મધ્યસ્થીથી પિતાના ઘરે પરત ફર્યા હતા. અગાઉના સંબંધનો અંત આવ્યા બાદ, ઓગસ્ટ 2026માં કિંજલ રબારીએ ગોતરકા ગામના નિવાસી અને વ્યવસાયે શિક્ષક મુકેશ રબારી (મુકેશ દેસાઈ) સાથે સમાજના રીત-રિવાજ મુજબ સાદગીપૂર્વક ફરી લગ્ન કરી લીધા છે. ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ જયેશ મકવાણાએ જણાવ્યું હતું કે, અપહરણનો મેસેજ મળતા પોલીસ પર પહોંચી હતી.પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા જેમ કિંજલ ગાડીમાં બેસીને જતી દેખાય છે. હાલ કિંજલનું અપહરણ થયું કે પછી તે સ્વેચ્છાએ ગઈ છે તેની તપાસ ચાલી રહી છે.કિંજલના પતિ અને અન્ય લોકોના નિવેદન પણ નોંધવામાં આવી રહ્યા છે. કોણ છે કિંજલ રબારી? રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારી એક સાધારણ પરિવારમાંથી આવે છે. સરકારી શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકોના પ્રોત્સાહનથી તે ગાયકીના ક્ષેત્રમાં આવી હતી. પોતાની મહેનતથી તે 'કોયલ કંઠી' સિંગર તરીકે પ્રખ્યાત થઈ અને અનેક લોકગીતો તેમજ લગ્નગીતો દ્વારા ગુજરાતમાં જાણીતી બની છે.
    Click here to Read More
    Previous Article
    મિર્ઝાપુર: ધ મૂવીએ બીજા દિવસે ₹32 કરોડ કમાયા:હનુમાન અંશે 5મા શનિવારે ₹16.50 કરોડ કમાઈને ધુરંધરનો રેકોર્ડ તોડ્યો
    Next Article
    ઉમરગામમાં સિગારેટના વધુ ભાવ અને નશાખોરી મુદ્દે જૂથ અથડામણ:લાકડાના દંડા અને ઢીંકામુક્કીથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment