Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેડક્રોસ સોસાયટીએ 1400 તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા:સુરેન્દ્રનગર શાખા દ્વારા ફર્સ્ટ એઇડ તાલીમ પૂર્ણ કરાઈ

    1 day ago

    સુરેન્દ્રનગર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની જિલ્લા શાખા ખાતે ફર્સ્ટ એઇડ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર ૩૦૦ તાલીમાર્થીઓ માટે પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તમામ સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીખિલભાઈ ચાપનેરી, ભાજપ યુવા મોરચાના મહામંત્રી પ્રિયાંકભાઈ રામાનુજ ઉપસ્થિત રહ્યા હતા. રેડક્રોસ સોસાયટીના જિલ્લા શાખાના ચેરમેન કલ્પેશભાઈ સંઘવી, ટ્રેઝરર જે.સી. દોશી, કિરીટભાઈ ત્રિવેદી, કેયુરભાઈ કોઠારી, રાજુભાઈ પારેખ, સંજયભાઈ સંઘવી, ડો. નિરાલીબેન દોશી, કલ્પેશભાઈ શાહ, અમિતભાઈ દવે, ફર્સ્ટ એઇડ ટ્રેનર પૂર્ણાંકભાઈ શાહ તથા આનંદીબેન શાહ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ફર્સ્ટ એઇડ તાલીમના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. અકસ્માત કે આપત્તિના સમયે પ્રાથમિક સારવાર અંગેનું જ્ઞાન દરેક નાગરિક માટે અત્યંત ઉપયોગી હોવાનું જણાવાયું હતું. રેડક્રોસ સોસાયટી દ્વારા અત્યાર સુધીમાં કુલ 1400 તાલીમાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ આપી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    જામનગર ગ્રેઈન માર્કેટમાં ચોરીનો પ્રયાસ:દાણાપીઠ ચોકમાં બે દુકાનો નિશાન, CCTVમાં કેદ
    Next Article
    ‘અયોધ્યાનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને મૃત્યુદંડની સજા કરો’:રામમંદિર દાનચોરી મુદ્દે પ્રવિણ તોગડિયા મેદાને; કહ્યું- પૈસાની વાત નથી, કરોડોની શ્રદ્ધાની હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment