Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળાના બે બાળકો UC MAS સ્પર્ધામાં અવ્વલ:બરોડામાં યોજાયેલ રાજ્ય કક્ષાની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં નર્મદાનું ગૌરવ

    12 hours ago

    રાજપીપળા: બરોડા ખાતે યોજાયેલી 21મી UC MAS સ્ટેટ લેવલ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં રાજપીપળાના બે બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલના નક્ષ પટેલ અને ખુશી ભૌમિક ગાંધીએ અનુક્રમે બીજો અને ત્રીજો ક્રમ મેળવી નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધામાં બાળકોએ કોઈપણ કેલ્ક્યુલેટર કે ઇલેક્ટ્રિક સાધન વગર માત્ર આઠ મિનિટમાં 200 અઘરા ગાણિતિક દાખલા ઉકેલી પોતાની અસાધારણ ક્ષમતા સાબિત કરી હતી. આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતભરમાંથી 3,000 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. UC MAS ઇન્ડિયાના CEO સ્નેહલ કારીયાના હસ્તે બંને વિજેતા બાળકોને રાજ્ય કક્ષાએ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ સિદ્ધિ માટે ક્રિસ્ટલ પબ્લિક સ્કૂલ, રાજપીપળાના પ્રિન્સિપાલ માઈકલ સાહેબ તેમજ કોચ ઇન્સ્ટ્રક્ટર વીરા મેડમ અને વૈશાલી મેડમનો મહત્વનો ફાળો રહ્યો હતો. UC MAS (યુનિવર્સલ કોન્સેપ્ટ ઓફ મેન્ટલ એરિથમેટિક સિસ્ટમ) પદ્ધતિ બાળકોમાં યાદશક્તિ, એકાગ્રતા, ઝડપી ગણતરી કરવાની ક્ષમતા, તર્ક શક્તિ અને આત્મવિશ્વાસનો વિકાસ કરે છે. આ પદ્ધતિ બાળકોના મગજની બંને બાજુના વિકાસમાં મદદરૂપ થાય છે, જેનાથી તેમની નિર્ણય લેવાની ક્ષમતા પણ વધે છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ પોલીસે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:સાયબર ક્રાઈમ, પોક્સો અને ટ્રાફિક સુરક્ષા પર માહિતી અપાઈ
    Next Article
    મેયર ઉત્તમ સુરાણીએ ભડિયાદ રોડ વિસ્તારનું નિરીક્ષણ કર્યું:સ્થાનિકોની રજૂઆતો સાંભળી વિકાસકાર્યોની ખાતરી આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment