Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેયર ઉત્તમ સુરાણીએ ભડિયાદ રોડ વિસ્તારનું નિરીક્ષણ કર્યું:સ્થાનિકોની રજૂઆતો સાંભળી વિકાસકાર્યોની ખાતરી આપી

    13 hours ago

    મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણીએ વોર્ડ નંબર 5ના ભડિયાદ રોડ વિસ્તારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયંતીભાઈ પડસુંબિયા, સાથી કોર્પોરેટરો, કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો સાથે આંગણવાડીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન, આંગણવાડીમાં ઉપલબ્ધ સુવિધાઓ, બાળકોને અપાતી સેવાઓ અને ઇમારતની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિસ્તારના રોડ, ગટર અને પાણી સહિતના વિવિધ સ્થાનિક પ્રશ્નો અંગે રહીશો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને તેમની રજૂઆતો સાંભળવામાં આવી હતી. સ્થાનિકોએ તેમના પાયાના પ્રશ્નોના વહેલી તકે ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી. મેયર અને અન્ય પદાધિકારીઓએ નાગરિકોને વધુ સારી અને સુવિધાસભર સેવાઓ પૂરી પાડવા માટે સંબંધિત પ્રશ્નોને પ્રાથમિકતા આપી જરૂરી વિકાસકાર્યોનું આયોજન કરવાની ખાતરી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળાના બે બાળકો UC MAS સ્પર્ધામાં અવ્વલ:બરોડામાં યોજાયેલ રાજ્ય કક્ષાની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં નર્મદાનું ગૌરવ
    Next Article
    Junagadh Gir National Park | ગીર નેશનલ પાર્કમાં 4 મહિના માટે પ્રવાસીઓની એન્ટ્રી બંધ | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment