Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ પોલીસે વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજ્યો:સાયબર ક્રાઈમ, પોક્સો અને ટ્રાફિક સુરક્ષા પર માહિતી અપાઈ

    11 घंटे पहले

    બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગાયત્રીનગર સ્થિત શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાથમિક શાળા નં. 19 ખાતે વિદ્યાર્થીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ, પોક્સો એક્ટ અને ટ્રાફિક સુરક્ષા અંગે જાગૃત કરવાનો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સાયબર ઠગાઈથી બચવાના ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમને ઓટીપી અને પાસવર્ડની સુરક્ષા તેમજ સોશિયલ મીડિયાના જવાબદાર ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને પોક્સો કાયદાની જોગવાઈઓ, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને ઇમરજન્સી સેવા 112 વિશે પણ જાણકારી આપવામાં આવી હતી. આ સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરવો અને કટોકટીની પરિસ્થિતિમાં મદદ કેવી રીતે મેળવવી તે સમજાવવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ અને સીટબેલ્ટના ફરજિયાત ઉપયોગ તેમજ માર્ગ સલામતીના મહત્વ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સુરક્ષિત મુસાફરી માટેના નિયમો અને સાવચેતીઓ વિશે માહિતગાર કરાયા હતા. આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પ્રશ્નોત્તરીમાં ભાગ લીધો હતો. તેમણે પોતાની જિજ્ઞાસાઓ રજૂ કરી હતી અને પોલીસ અધિકારીઓ દ્વારા તેમના પ્રશ્નોનું સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    તળાવમાંથી નગ્ન હાલતમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:​માંગરોળના કામનાથ રોડ પર તળાવના પાણીમાં લાશ મળતા લોકોના ટોળાં ઉમટ્યા; રહસ્યમય મોત અંગે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા
    Next Article
    રાજપીપળાના બે બાળકો UC MAS સ્પર્ધામાં અવ્વલ:બરોડામાં યોજાયેલ રાજ્ય કક્ષાની મેન્ટલ એરિથમેટિક સ્પર્ધામાં નર્મદાનું ગૌરવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment