Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ જાખરે એશિયન U-20 ડેકાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો:વલસાડના યુવા એથ્લેટે 7,185 પોઈન્ટ સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો

    10 hours ago

    વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલા ચરવાડા ગામના 18 વર્ષીય યુવા એથ્લેટ રાહુલ જાખરે હોંગકોંગ (ચીન) ખાતે યોજાયેલી 22મી એશિયન યુ-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથલોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો છે. રાહુલે કુલ 7,185 પોઈન્ટ મેળવી અંડર-20 વર્ગમાં ભારતનો નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો છે. ડેકાથલોન જેવી અત્યંત કઠિન સ્પર્ધામાં દસ અલગ-અલગ ઇવેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે છે. રાહુલે 100 મીટર દોડ, લાંબી કૂદ, શોટપુટ, ઊંચી કૂદ, 400 મીટર દોડ, 110 મીટર હર્ડલ્સ, ડિસ્કસ થ્રો, પોલ વોલ્ટ, જેવલિન થ્રો અને 1,500 મીટર દોડ સહિતની તમામ ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરીને એશિયાના શ્રેષ્ઠ યુ-20 ડેકાથલિટ તરીકે સ્થાન મેળવ્યું છે. મૂળ રાજસ્થાનના સિકર જિલ્લાના રહેવાસી અને છેલ્લા ત્રણ દાયકાથી વાપીમાં સ્થાયી થયેલા બાંધકામ વ્યવસાયી પરિવારના પુત્ર રાહુલની સફળતા સંકલ્પ અને મહેનતનું પરિણામ છે. તેની રમતગમત સફર એક સામાન્ય સંયોગથી શરૂ થઈ હતી. થોડાં વર્ષો પહેલાં પિતા સાથે સાંજે ફરવા નીકળેલા રાહુલે સ્થાનિક મેદાનમાં ખેલાડીઓને તાલીમ લેતા જોયા અને બીજા જ દિવસથી પોતે પણ દોડવાની શરૂઆત કરી હતી. રાહુલે શાળાકક્ષાના ખેલ મહાકુંભમાં લાંબી કૂદમાં સુવર્ણ ચંદ્રક જીત્યા બાદ એથ્લેટિક્સમાં કારકિર્દી બનાવવાનો નિર્ધાર કર્યો હતો. શરૂઆતમાં બનાસકાંઠાની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં તાલીમ લીધા બાદ વર્ષ 2024માં તેમની પસંદગી નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટર માટે થઈ હતી, જ્યાં તેઓ હાલમાં અદ્યતન તાલીમ મેળવી રહ્યા છે. હોંગકોંગથી વાત કરતાં રાહુલે પોતાની સફળતાનો શ્રેય કોચ અને પરિવારને આપ્યો હતો. તેમણે જણાવ્યું કે હવે તેમનું આગામી લક્ષ્ય કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું છે. નાયબ મુખ્યમંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ રાહુલને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ઊભી કરાયેલી વિશ્વસ્તરીય રમતગમત સુવિધાઓ અને સરકારના સતત પ્રોત્સાહનના પરિણામે આવી પ્રતિભાઓ દેશને ગૌરવ અપાવી રહી છે. રાહુલની આ ઐતિહાસિક સિદ્ધિ ગુજરાત અને સમગ્ર ભારત માટે ગર્વની ક્ષણ બની છે.
    Click here to Read More
    Previous Article
    હાલોલ-ગોધરામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી:પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે 9 ટ્રક સહિત ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    આણંદમાં નિર્માણાધીન ઓવરબ્રિજ કડડભૂસ:અડાસ ગામે રેલવે ઓવરબ્રિજની કામગીરી સમયે દુર્ઘટના, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment