Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં નિર્માણાધીન ઓવરબ્રિજ કડડભૂસ:અડાસ ગામે રેલવે ઓવરબ્રિજની કામગીરી સમયે દુર્ઘટના, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

    10 hours ago

    આણંદ જિલ્લાના અડાસ ગામે છેલ્લા ઘણા સમયથી રેલવે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યારે આજે બાંધકામ અચાનક ધરાશાયી થયું છે. બ્રિજનો એક મોટો હિસ્સો કડાકાભેર તૂટી પડ્યો હતો. જેને પગલે ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાંત અધિકારીતથા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બે પિલર વચ્ચેનો ભાગ અચાનક કડડભૂસ મળતી માહિતી મુજબ, અડાસ ગામે આ રેલવે ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી પ્રગતિમાં હતું. આજે કામગીરી દરમિયાન ઓવરબ્રિજના બે પિલર (થાંભલા) વચ્ચેનો મધ્યનો મોટો ભાગ અચાનક જ પત્તાના મહેલની જેમ કડડભૂસ થઈને તૂટી પડ્યો હતો. બ્રિજ તૂટવાનો અવાજ સાંભળીને આસપાસથી લોકો દોડી આવ્યા હતા. બ્રિજનો આટલો મોટો હિસ્સો તૂટી પડવા છતાં, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ મજૂર કે નાગરિકને ઈજા પહોંચી નથી, જેને પગલે તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ જાખરે એશિયન U-20 ડેકાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો:વલસાડના યુવા એથ્લેટે 7,185 પોઈન્ટ સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો
    Next Article
    પાટડી નજીક બે અલગ-અલગ અકસ્માતમાં બેના મોત:જૈનાબાદ-અહેમદગઢ ગામ વચ્ચે બે ટ્રક સામસામે અથડાતા ડ્રાઈવરે જીવ ગુમાવ્યો; ગોસાણાના યુવકને પીકઅપ ડાલાએ ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment