Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટડી નજીક બે અલગ-અલગ અકસ્માતમાં બેના મોત:જૈનાબાદ-અહેમદગઢ ગામ વચ્ચે બે ટ્રક સામસામે અથડાતા ડ્રાઈવરે જીવ ગુમાવ્યો; ગોસાણાના યુવકને પીકઅપ ડાલાએ ટક્કર મારી

    9 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી નજીક બે અલગ-અલગ માર્ગ અકસ્માતમાં કુલ બે વ્યક્તિના મોત થયા છે. આ ઘટનાઓ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રથમ અકસ્માત પાટડી તાલુકાના જૈનાબાદ અને અહેમદગઢ ગામ વચ્ચે થયો હતો. અહીં બે ટ્રક સામસામે અથડાતા ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં એક ટ્રક ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક ટ્રક ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતની જાણ થતાં જ દસાડાથી 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઈજાગ્રસ્ત ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડ્યો હતો. દસાડા પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટના પાટડી તાલુકાના ગોસાણા ગામના 44 વર્ષીય બળદેવજી લાલજી ઠાકોર સાથે બની હતી. તેઓ બેચરાજીથી દસાડા તરફ જતા હાઈવે રોડ પર નાવિયાણી ગામ પાસે આવેલી યોગીરાજ હોટલ સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે બેચરાજી તરફથી પૂરઝડપે આવતા એક અજાણ્યા પીકઅપ ડાલાએ તેમને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદેવજી ઠાકોરને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને પ્રાથમિક સારવાર માટે બેચરાજી શંખલપુર સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા, ત્યારબાદ મહેસાણા અને ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. મૃતકના સગા જેઠાજી લાલુજી પરવારીયાની ફરિયાદના આધારે દસાડા પોલીસે અજાણ્યા પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસની વધુ તપાસ દસાડા પોલીસ મથકના એચ.કે. સોલંકી ચલાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં નિર્માણાધીન ઓવરબ્રિજ કડડભૂસ:અડાસ ગામે રેલવે ઓવરબ્રિજની કામગીરી સમયે દુર્ઘટના, સદનસીબે કોઈ જાનહાનિ નહીં
    Next Article
    જોરાવરનગર લાતી પ્લોટમાં વીજપોલ ધરાશાયી:ટ્રેલર અથડાતા વીજપોલને નુકસાન, બે કલાકથી વીજળી ગુલ, રહીશો પરેશાન; વીજ કંપનીએ કામગીરી શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment