Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જોરાવરનગર લાતી પ્લોટમાં વીજપોલ ધરાશાયી:ટ્રેલર અથડાતા વીજપોલને નુકસાન, બે કલાકથી વીજળી ગુલ, રહીશો પરેશાન; વીજ કંપનીએ કામગીરી શરૂ કરી

    8 hours ago

    સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 11 માં આવેલા લાતી પ્લોટ વિસ્તારમાં એક જીવંત વીજપોલ ધરાશાયી થયો છે. આ ઘટના જાહેર રોડ પર બની હતી, જેના કારણે છેલ્લા બે કલાકથી જોરાવરનગર વિસ્તારમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વીજપોલ એક ટ્રેલર અથડાવાને કારણે ધરાશાયી થયો હતો. વીજળી ગુલ થવાથી લાતી પ્લોટ સહિતના જોરાવરનગર વિસ્તારના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના અંગે સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના વિશાલ પરમારે જણાવ્યું હતું કે, શહેરમાં ભારે વાહનોના પ્રવેશ માટે સમય મર્યાદા નક્કી કરવી જોઈએ જેથી આવા અકસ્માતો ટાળી શકાય. તેમણે PGVCL ને પણ જાહેર માર્ગો પરના વીજપોલને ખસેડીને બાજુમાં કરવા અથવા અંડરગ્રાઉન્ડ લાઈનો નાખીને નાગરિકોને સુવિધા પૂરી પાડવા વિનંતી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટડી નજીક બે અલગ-અલગ અકસ્માતમાં બેના મોત:જૈનાબાદ-અહેમદગઢ ગામ વચ્ચે બે ટ્રક સામસામે અથડાતા ડ્રાઈવરે જીવ ગુમાવ્યો; ગોસાણાના યુવકને પીકઅપ ડાલાએ ટક્કર મારી
    Next Article
    જામનગરમાં પાણી-સુવિધાના અભાવે મહિલાઓનો રોષ:ખંભાળિયા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment