Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં પાણી-સુવિધાના અભાવે મહિલાઓનો રોષ:ખંભાળિયા હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

    7 hours ago

    જામનગરમાં પ્રાથમિક સુવિધાઓ અને પાણીની તંગીથી પરેશાન મહિલાઓએ આજે રોષ વ્યક્ત કર્યો હતો. શહેરની ન્યૂ જામનગર સોસાયટીની મહિલાઓએ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરોના ઉદાસીન વલણ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે જામનગર-ખંભાળિયા હાઈવે રોકીને ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, તેઓ છેલ્લા પાંચ વર્ષથી માળખાગત સુવિધાઓના અભાવ વચ્ચે જીવી રહ્યા છે. આ અંગે સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. નેતાઓ અને તંત્રની નિષ્ફળતાથી કંટાળીને મહિલાઓએ આ પગલું ભર્યું હતું. ખાસ કરીને પાણીની સમસ્યા ગંભીર છે. સ્થાનિક રહેવાસી કવિતા બારીયાએ જણાવ્યું હતું કે, "અહીં નિયમિત પાણી મળતું નથી અને તંત્ર દ્વારા જે ટેન્કર મોકલવામાં આવે છે, તેનાથી પણ માત્ર 10 જ મિનિટ પાણી આપવામાં આવે છે. આટલા ટૂંકા સમયમાં પૂરતું પાણી મેળવવું અશક્ય છે." વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા મહિલાઓને રસ્તા પર ઉતરીને ચક્કાજામ કરવાની ફરજ પડી હતી. રહીશોની મુખ્ય માંગ છે કે સોસાયટીમાં પાણી અને અન્ય માળખાગત સુવિધાઓનો કાયમી ઉકેલ તાત્કાલિક લાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    જોરાવરનગર લાતી પ્લોટમાં વીજપોલ ધરાશાયી:ટ્રેલર અથડાતા વીજપોલને નુકસાન, બે કલાકથી વીજળી ગુલ, રહીશો પરેશાન; વીજ કંપનીએ કામગીરી શરૂ કરી
    Next Article
    India's Exercise PRAGATI: Troops From Many Nations Train To Fight Together

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment