Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાલોલ-ગોધરામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરી:પંચમહાલમાં ખાણ ખનીજ વિભાગે 9 ટ્રક સહિત ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગે હાલોલ અને ગોધરા પંથકમાં ગેરકાયદેસર ખનન અને વહન સામે મોટી કાર્યવાહી કરી છે. વિભાગે 9 ટ્રક જપ્ત કરીને કુલ ₹1.80 કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ખનીજ માફિયાઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા હાલોલ અને ગોધરાના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરતા કુલ 9 ટ્રકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. હાલોલ વિસ્તારમાંથી કપચી અને રેતી ભરેલા 2 ઓવરલોડ ડમ્પર ઝડપાયા હતા. બીજી તરફ, ગોધરા તાલુકાના ટીંબા ગોઠડામાંથી રોયલ્ટી વગરના અને ઓવરલોડ એવા 5 ડમ્પરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગોધરા બાયપાસ નજીક મેહુલિયા પાસેથી ગેરકાયદેસર રીતે સફેદ પથ્થર ભરીને જતા 2 ટ્રક પણ ખનીજ વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ઓવરલોડ, રોયલ્ટી ચોરી અને ગેરકાયદેસર વહન કરતા કુલ 9 ટ્રક મળી ₹1.80 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તમામ કસૂરવારો સામે કડક દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    India vs Zimbabwe, Unity Cup Highlights: Listless IND lose 0-1 to ZIM
    Next Article
    રાહુલ જાખરે એશિયન U-20 ડેકાથલોનમાં સુવર્ણ ચંદ્રક જીત્યો:વલસાડના યુવા એથ્લેટે 7,185 પોઈન્ટ સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment