Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઠક્કરનગરમાં TVSના શો-રૂમમાં સેલ્સ મેનેજરે 49 લાખની ઉચાપત કરી:ગ્રાહકોના રૂપિયા પર્સનલ એકાઉન્ટમાં નખાવ્યા, હિસાબ કરતા ભાંડો ફૂટ્યો

    1 day ago

    ઠક્કરનગરમાં ટુ વહીલર શો રૂમના સેલ્સ મેનેજરે ગ્રાહકોના વાહનના ₹ 49.57 લાખ પોતાના પર્સનલ એકાઉન્ટ અને રોકડમાં લઈને કંપનીમાં જમા ન કરાવી ઉચાપત આચરી હતી. તેમજ ગ્રાહકોને નકલી રસીદો આપી હતી. માલિકે સીએ સાથે મળીને હિસાબ કરતા ભાંડો ફૂટ્યો હતો. આ અંગે માલિકે સેલ્સ મેનેજર સામે કૃષ્ણ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. TVS શો-રૂમ માલિકે CA સાથે મળી હિસાબ કરતા ભાંડો ફૂટ્યો મણિનગરમાં રહેતા હર્ષ પંડ્યા ઠક્કરનગરમાં મહાલક્ષ્મી TVS નામના શો રૂમ ધરાવે છે. તેમના શો રૂમમાં સેલ્સ મેનેજર તરીકે બાપુનગરનો મિતેષ રાવલ 10 મહિનાથી નોકરી કરતો હતો. જેમાં મિતેષનું કામ વાહનનું વેચાણ કરીને રૂપિયા એકાઉન્ટમાં જમાં કરાવવાનું હતું. 10 ઓગસ્ટે હર્ષ પંડ્યા જ્યારે સીએ સાથે મળી હિસાબ કરતા હતા ત્યારે કેટલીક ગેરરીતિ સામે આવી હતી. સેલ્સ મેનેજર મિતેષ રાવલે 49 લાખની ઉચાપત કરી જેમાં એપ્રિલથી જુલાઈ મહિના સુધીના ગ્રાહકોએ આપેલા વાહનના રૂપિયા મિતેશે તેના પર્સનલ એકાઉન્ટમાં મેળવ્યા હતા અને અસલ રિસીપ્ટ પરથી બનાવટી રિસીપ્ટ બનાવી તેનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. જેથી મિતેશને બોલાવી પૂછપરછ કરતા તેને ગેરરીતિ કરી હોવાનું કબૂલાત કર્યું હતું. કુલ ₹ 49.57 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે શો રૂમ માલિકે સેલ્સ મેનેજર સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    એક સેકન્ડમાં બ્લાસ્ટને ચાર-ચાર જિંદગી ખતમ:નખત્રાણાના કોટડામાં ભીષણ વિસ્ફોટના ડરામણાં CCTV, આસપાસ ધ્રુજારી, એક ભાઈ 30 ફૂટ દૂર ઉડીને પડ્યો
    Next Article
    સાસણ ગીર નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરાયું:હોટલ ધારકો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ સંતોષાઈ: સાસણ ગીરમાં PI કક્ષાના પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ,72 કર્મચારીઓનો સ્ટાફ ફાળવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment