Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાસણ ગીર નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરાયું:હોટલ ધારકો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ સંતોષાઈ: સાસણ ગીરમાં PI કક્ષાના પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ,72 કર્મચારીઓનો સ્ટાફ ફાળવાયો

    एक दिन पहले

    ​વિશ્વપ્રસિદ્ધ એશિયાઈ સિંહોના નિવાસસ્થાન એવા સાસણ ગીરમાં કાયદો, વ્યવસ્થા અને પ્રવાસીઓની સલામતી વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. સાસણ ગીર ખાતે વિસ્તારની સુરક્ષા તેમજ દેશ-વિદેશથી આવતા લાખો પ્રવાસીઓની સુવિધા અર્થે તમામ આધુનિક સવલતોથી સજ્જ નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયાના વરદ હસ્તે આ અદ્યતન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ સંપન્ન થયું હતું. ​આ કાર્યક્રમમાં ધારાસભ્ય, ભાજપ અગ્રણીઓ, સ્થાનિક ગ્રામજનો, જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ મેંદરડા પોલીસ સ્ટેશન હેઠળ આઉટપોસ્ટ તરીકે કાર્યરત સાસણ ગીરમાં અલગ પોલીસ સ્ટેશન ઊભું કરવા માટે હોટલ એસોસિએશન, સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો દ્વારા વર્ષોથી માંગણી કરવામાં આવી રહી હતી. ​આ વિસ્તારમાં વધતી જતી પ્રવાસીઓની સંખ્યા અને સ્થાનિક સુરક્ષાના મહત્વને ધ્યાને રાખીને આ રજૂઆત સ્વીકારવામાં આવી હતી. નવા મંજૂર થયેલા સાસણ પોલીસ સ્ટેશન માટે 1 પી.આઈ., પી.એસ.આઈ. સહિત કુલ 72 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. આ નવા આધુનિક મકાનમાં સીસીટીવી સર્વેલન્સ, કોમ્પ્યુટરાઈઝડ રેકોર્ડ રૂમ, મહિલા હેલ્પડેસ્ક અને અરજદારો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ​જૂનાગઢ રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતના આધારે ટૂંકા સમયમાં આ મંજૂરી મેળવવામાં આવી છે. પ્રવાસન સીઝનમાં આવતા લાખો પ્રવાસીઓની સુવિધા અને પૂર્ણ સુરક્ષા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે. ભવિષ્યમાં આ પોલીસ સ્ટેશનને શ્રેષ્ઠ કક્ષાનું "ટુરિઝમ પોલીસ સ્ટેશન" બનાવવાની દિશામાં કામગીરી કરવામાં આવશે. ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ ઉમેર્યું હતું કે, 3 મહિના પહેલા તમામ હોટલ ધારકો, લોકપ્રતિનિધિઓ અને સંગઠનની ટીમે મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને રાખીને પી.આઈ. કક્ષાના પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ટુરિસ્ટ પ્લેસ હોવાથી બહારથી આવતા મુસાફરો કે સ્થાનિક નાગરિકોને કોઈપણ મુસીબતના સમયે તાત્કાલિક મદદ અને સુરક્ષા મળી રહે તે માટે સરકારે આ મહત્વપૂર્ણ ભેટ આપી છે.
    Click here to Read More
    Previous Article
    ઠક્કરનગરમાં TVSના શો-રૂમમાં સેલ્સ મેનેજરે 49 લાખની ઉચાપત કરી:ગ્રાહકોના રૂપિયા પર્સનલ એકાઉન્ટમાં નખાવ્યા, હિસાબ કરતા ભાંડો ફૂટ્યો
    Next Article
    ગોધરામાં LCB-SOGની કાર્યવાહી:ચોરીની બાઈક સાથે એકને ઝડપ્યો; રાયોટિંગનો વોન્ટેડ આરોપી પણ પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment