Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં LCB-SOGની કાર્યવાહી:ચોરીની બાઈક સાથે એકને ઝડપ્યો; રાયોટિંગનો વોન્ટેડ આરોપી પણ પકડાયો

    1 day ago

    પંચમહાલ પોલીસે મિલકત સંબંધિત ગુનાઓ અને નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત ગોધરામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે અલગ-અલગ કાર્યવાહી કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ગોધરાના કળશ સર્કલ પાસે એક વ્યક્તિ શંકાસ્પદ મોટરસાયકલ સાથે ઊભો છે અને તેને વેચવા માટે ગ્રાહકની શોધમાં છે. આ બાતમીના આધારે LCB ટીમે કળશ સર્કલ પાસે વોચ ગોઠવી મોટરસાયકલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ રીતેશ લક્ષ્મીકાંત ગુપ્તા તરીકે થઈ છે. તેની પાસેથી HF Deluxe મોટરસાયકલ નંબર GJ-17-BL-5587, જેની કિંમત આશરે રૂ.15 હજાર છે, તે કબજે કરવામાં આવી છે. મોટરસાયકલ અંગે કોઈ આધાર-પુરાવા રજૂ ન કરી શકતા પોલીસે તેની પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે 19 ઓગસ્ટ 2026ના રોજ ગોધરા-લુણાવાડા રોડ પર આવેલી પંચામૃત ડેરીના પાર્કિંગમાંથી બપોરના સમયે આ મોટરસાયકલની ચોરી કરી હતી. આ સાથે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. બીજી તરફ, પંચમહાલ SOG પોલીસે પણ નાસતા ફરતા આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. SOGને બાતમી મળી હતી કે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચર્ચાસ્પદ રાયોટિંગના ગુનામાં વોન્ટેડ મોહસીન તૈયબ ચરખા, રહે. મોહંમદી મહોલ્લા, ગોધરા, હાલમાં પોલન બજાર ઉર્દૂ સ્કૂલ પાસે હાજર છે. બાતમીના આધારે SOG ટીમે પોલન બજાર ઉર્દૂ સ્કૂલ નજીકથી મોહસીન તૈયબ ચરખાને ઝડપી પાડ્યો હતો. આરોપીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આમ, ગોધરામાં LCB અને SOGની અલગ-અલગ કાર્યવાહીમાં ચોરીની મોટરસાયકલ સાથે એક આરોપી અને રાયોટિંગના ગુનામાં વોન્ટેડ અન્ય એક આરોપી ઝડપાતા પોલીસની કામગીરી સામે આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાસણ ગીર નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ કરાયું:હોટલ ધારકો અને ગ્રામજનોની વર્ષો જૂની માંગ સંતોષાઈ: સાસણ ગીરમાં PI કક્ષાના પોલીસ સ્ટેશનનું ભવ્ય લોકાર્પણ,72 કર્મચારીઓનો સ્ટાફ ફાળવાયો
    Next Article
    પોલીસે થાર સહિત 5 ગાડીઓ જમા લીધી:20 કારના કાળા કાચ દૂર કરાયા, નંબર પ્લેટ વિના કોલેજ આજુબાજુ ફરનારા સાવધાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment