Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેંજ આઇજીએ વોન્ટેડ આરોપીની યાદી તૈયાર કરી‎:જિલ્લાના 5 વોન્ટેડ આરોપીની ભાળ આપનારને રૂપિયા 20 હજારનું ઇનામ

    23 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાઓ કરીને ભાગતા ફરતા આરોપીઓની હવે ખેર નથી.કારણ કે રાજકોટ રેંજ આઇજીએ રેંજના ગામો ના કુલ 29 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમાં સુરેન્દ્રનગરના 5 આરોપીનો સમાવેશ કર્યો છે. આટલુ જ નહી પરંતુ આ આરોપીની ભાળ આપનારને રૂ.20 હજાર ઇનામ અપાશે . રાજકોટ રેંજનો ચાર્જ શંભાળ્યા બાદ આઇ જી ર્નીલીપ્ત રોય એકસન મોડમાં આવી ગયા છે. આ આરોપીઓની ભાળ આપશે તેને રૂ.20 હજારના ઇનામની પણ જાહેરાત કરી છે. આટલુ જ નહી પરંતુ તેમના નામ ગુપ્ત રખાશે. આરોપી નામ અને ગુનાનો પ્રકાર ભીખાભાઇ કુના સાયલા એનડીપીએસ માદક પદાર્થોના ગેરકાયદેસર વ્યાપાર, અલીભાઇ ડફેર લખતર આઇપીસી 307 હત્યાના પ્રયાસનોગુનો, મનુભા ઝાલા વઢવાણ આઇપીસી 302 હત્યાનો ગુનો સંજુ ગુર્જર લખતર આઇપીસી 395 લૂંટ, 397 ઘાતક શસ્ત્રો સાથે લૂંટ કે ગંભીર ઈજા પહોંચાડવા ડાલુરામ ગુર્જર લખતર આઇપીસી 395 લૂંટ, 397 ઘાતક શસ્ત્રો સાથે લૂંટ કે ગંભીર ઈજા પહોંચાડવા. જૂના કેસ,સગા સબંધી પણ હયાત ન‎હોય પોલીસને ભાળ નથી મળી‎ જિલ્લાના 5 આરોપીને વોન્ટેડ જાહેર‎‎કરવામાં આવ્યા છે તેમને શોધવા માટે‎પોલીસે ઘણા પ્રયાસો કર્યા હતા.પરંતુ વર્ષો પહેલાના કેસ દાખલ થયા છે.‎આરોપીના નવા કે જૂના નંબરો પણ મળતા નથી. બીજુ કે આરોપીના વતનમાં‎સગા સબંધી પણ રહેતા નથી. તેમના ગામમાં પણ આરોપીઓને કોઇ ઓળખતુ‎ન હોવાને કારણે પોલીસથી બચીને ભાગવા માટે આરોપીઓ સફળ રહયા છે.‎બીજુ કે આ આરોપીઓ પરપ્રાંતમાં બીજા નામથી પણ રહેતા હોવાની આશંકા‎છે.અને આથી જ તેમની ઓળખ કરવી તે પોલીસ માટે પડકાર રૂપ બની છે.‎
    Click here to Read More
    Previous Article
    Rs 2.38 lakh cr-defence push: DAC clears 5 S-400 missile systems from Russia, transport aircraft
    Next Article
    PGVCL એક્શન મોડમાં:જિલ્લામાં ત્રણ દિવસમાં 1127 ગ્રાહકોના વીજકનેક્શન કપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment