Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવમાં ફીફટી-ફીફટી લીંબુ, આદુ, વટાણા સસ્તા, ગુવાર અને લીલું લસણ મોંઘા

    13 hours ago

    રાજકોટના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે છેલ્લા ચાર દિવસમાં શાકભાજીની આવક અને ભાવમાં મોટી વધઘટ જોવા મળી છે. 16 નવેમ્બરને સોમવાર અને 20 નવેમ્બરને શુક્રવારના જાહેર થયેલા દૈનિક ભાવપત્રકની સરખામણી કરતા જાણવા મળે છે કે શિયાળાની શરૂઆત સાથે જ લીંબુ, આદુ અને લીલા વટાણા જેવી વસ્તુઓ સસ્તી થતા ગૃહિણીઓને રાહત મળી છે, જ્યારે ગુવાર, ભીંડો, વાલ અને લીલું લસણ મોંઘા થતા રસોડાના સ્વાદમાં મોંઘવારીનો તડકો લાગ્યો છે. સોમવારે લીંબુની આવક 711 ક્વિન્ટલ હતી અને તેના ઉંચા ભાવ રૂ.2,218 પ્રતિ મણ એટલે 20 કિલોના હતા, જે શુક્રવારે ઘટીને રૂ.1,314 થઈ ગયા છે. આમ, ચાર દિવસમાં જ લીંબુ રૂ.904 સસ્તા થયા છે. તેવી જ રીતે, સોમવારે 6 ક્વિન્ટલ આવક સાથે રૂ.2,054 સુધી વેચાતા લીલા વટાણા શુક્રવારે 12 ક્વિન્ટલની આવક થતા ભાવ ઘટીને રૂ.1,224 પર આવી ગયા છે, એટલે કે મણે રૂ.830નો ઘટાડો નોંધાયો છે. આદુનો ભાવ પણ રૂ.2,058 થી ઘટીને રૂ.1,225 થતા પ્રતિ મણે રૂ.833ની રાહત મળી છે. જ્યારે કોથમરી પ્રતિ મણ રૂ.1,026 થી ઘટી રૂ.782 અને ડુંગળી સૂકી રૂ.815 થી ઘટી રૂ.730 પર આવી છે. બીજી તરફ, કેટલાક લીલા શાકભાજીમાં તેજી જોવા મળી છે. ગુવારના ઉંચા ભાવ રૂ.995 થી વધીને રૂ.1,243 થઇ ગયા છે એટલે કે પ્રતિ મણ રૂ.248નો વધારો થયો છે. તેવી જ રીતે ભીંડો પ્રતિ મણ રૂ.671 થી વધી રૂ.868 થતા પ્રતિ મણે રૂ.197નો વધારો થયો છે. વાલ રૂ.887 થી વધી રૂ.1,234 થતા પ્રતિ મણ રૂ.347નો વધારો થયો છે અને લીલું લસણ રૂ.3,518 થી વધીને રૂ.3,831 સુધી પહોંચી ગયું છે. જોકે, રોજિંદા વપરાશના બટેટા રૂ.352 થી રૂ.327) અને ટામેટા રૂ.515 થી રૂ.511ના ભાવમાં સામાન્ય ઘટાડો થતા મધ્યમ વર્ગને મોટી રાહત રહી છે. દિવાળીના તહેવાર બાદ શાકભાજીના ભાવમાં ઘટાડો શરૂ થતા અને મોટાભાગના ભાવ ઘટતા ગૃહિણીઓએ હાશકારો અનુભવ્યો છે. અમુક જણસોને બાદ કરતા મોટાભાગની જણસોની આવક પુરતા પ્રમાણમાં થતા શાકભાજીના ભાવમાં રાહત થઇ છે.
    Click here to Read More
    Previous Article
    સરકારે 2021માં બંધ કરેલ નિયમ ફરી લાગુ કર્યો:મનપાની હદમાં આવતા તમામ ઉદ્યોગોએ હવે ફાયર એનઓસી લેવું ફરજિયાત
    Next Article
    ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:5 ગણા વળતરનો ખેલ, ભારતમાલાનો રૂટ નક્કી થતાં જ પૂર્વ મંત્રીના પુત્રની જમીન 20 દિવસમાં ગેરકાયદે બિનખેતી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment