Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરકારે 2021માં બંધ કરેલ નિયમ ફરી લાગુ કર્યો:મનપાની હદમાં આવતા તમામ ઉદ્યોગોએ હવે ફાયર એનઓસી લેવું ફરજિયાત

    13 hours ago

    ગુજરાત સરકારે મકાનો, કોમર્શિયલ બિલ્ડિંગો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ઔદ્યોગિક એકમો તેમજ અસ્થાયી મંડપોમાં આગથી બચાવ અને જીવનસુરક્ષાનાં પગલાંને લગતા નિયમોમાં સુધારો કર્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે તાજેતરમાં જ 23 ઑક્ટોબરે જાહેર કરેલા ગેઝેટમાં ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ રૂલ્સ, 2014 માં સુધારા જાહેર કર્યા છે. જેમાં હવે 2021માં રદ કરેલ ઉદ્યોગિક એકમો માટે ફાયર NOC ફરજીયાત કરવામાં આવી છે. હવે પ્રવેશમાર્ગ, ઇમરજન્સી એક્ઝિટ, ફાયર ડોર, સ્મોક મેનેજમેન્ટ, ફાયર એલાર્મ, સ્પ્રિંકલર, હાઇડ્રન્ટ, પંપિંગ વ્યવસ્થા, આગ બુઝાવવા માટે પાણીનો સંગ્રહ, ઈમરજન્સી વીજળી સહિતનો સમાવેશ થાય છે. અગાઉ પ્રમાણે 15 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતી ઉદ્યોગ ઇમારતો માટે તથા જોખમી ઇમારતોમાં એક કે વધુ માળનો કુલ બિલ્ટ-અપ વિસ્તાર 500 ચોરસ મીટરથી વધુ હશે તો એનઓસી ફરજિયાત કરવામાં આવ્યું છે. અને તમામ નવા નિયમો ની અમલવારી એપ્રિલ 2027 થી શરૂ કરવામાં આવશે. ઉદ્યોગિક એકમો માટેના નિયમો મનપાની હદમાં આવતી ઔદ્યોગિક ઇમારતો, જેમાં ઓછા જોખમવાળી ઔદ્યોગિક ઇમારતો, 500 ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી તથા મધ્યમ જોખમવાળી ઔદ્યોગિક ઇમારતો, 500 ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી તેમજ વધુ જોખમવાળી ઔદ્યોગિક ઇમારતો, 50 ચોરસ મીટરથી વધુ બાંધકામ વિસ્તાર ધરાવતી અને આ અનુસૂચિ મુજબ 15 મીટર કે તેથી વધુ ઊંચાઈની ઇમારતો તેમજ દર્શાવેલી વિશેષ શ્રેણીની ઇમારતો માટે ફાયર સેફ્ટી સંબંધિત પાલનનું NOC મેળવવું જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ઇ-કોમર્સ કંપનીનો ડિલિવરી બોય 120 પાર્સલ લઇ ફરાર:નવરંગપુરાના સ્ટોરમાંથી 18 ફોન, 4 ટેબલેટ સહિતનો કિંમતી સામાન લઈ ગયો
    Next Article
    સિટી એન્કર:શિયાળાની શરૂઆતમાં શાકભાજીના ભાવમાં ફીફટી-ફીફટી લીંબુ, આદુ, વટાણા સસ્તા, ગુવાર અને લીલું લસણ મોંઘા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment