Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇ-કોમર્સ કંપનીનો ડિલિવરી બોય 120 પાર્સલ લઇ ફરાર:નવરંગપુરાના સ્ટોરમાંથી 18 ફોન, 4 ટેબલેટ સહિતનો કિંમતી સામાન લઈ ગયો

    6 घंटे पहले

    અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ઈ-કોમર્સ કંપનીના ડિલિવરી બોયે ગ્રાહકોને પહોંચાડવાના 120 પાર્સલ લઈ ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પાર્સલમાં 18 મોબાઈલ ફોન, ચાર ટેબલેટ સહિત કપડાં, પરફ્યુમ, બેગ, કોસ્મેટિક્સ અને ઘડિયાળો જેવી કિંમતી વસ્તુઓ હતી. રાજસ્થાનનો યુવક ડિલિવરી બોયની નોકરીમાં જોડાયો હતો જુહાપુરામાં રહેતા અતીક અહેમદ સૈયદ અહેમદ બેંગ્લોરની ઈન્સ્ટાકાર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં એન્ફોર્સમેન્ટ અધિકારી છે. કંપનીનો સ્ટોર કોમર્સ સ્ટેડિયમ રોડ પર કામેક્ષ હાઉસમાં આવેલો છે મૂળ રાજસ્થાનના જાલોરનો પોપટલાલ પારસારામ 18 ઓગસ્ટે ડિલિવરી બોયની નોકરીમાં જોડાયો હતો. 120 પાર્સલ લઈને રફુચક્કર થયો 19 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે તે ગ્રાહકોને પહોંચાડવા માટે 120 પાર્સલ લઈને નીકળ્યો હતો, પરંતુ સાંજે પરત ફર્યો નહોતો. સ્ટાફે ફોન કરતાં મોબાઇલ સ્વીચ ઓફ આવતાં તેની શોધખોળ શરૂ કરી હતી. પાર્સલમાં 18 મોબાઈલ, ચાર ટેબલેટ અને અન્ય 98 પાર્સલમાં વિવિધ ચીજવસ્તુઓ હતી. આરોપી કેશ ઓન ડિલિવરીની રકમ પણ જમા કરાવ્યા વગર ફરાર થયો હોવાની ફરિયાદ છે. નવરંગપુરા પોલીસે 20 નવેમ્બરે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેલી ગામે મકાનમાં આગ લાગી:ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી
    Next Article
    સરકારે 2021માં બંધ કરેલ નિયમ ફરી લાગુ કર્યો:મનપાની હદમાં આવતા તમામ ઉદ્યોગોએ હવે ફાયર એનઓસી લેવું ફરજિયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment