Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આત્મહત્યા પહેલાં પ્રાઇવેટ પાર્ટ કાપ્યો, ધોતી પર લોહીના ડાઘ:સંત પ્રેમાનંદના શિષ્યના સુસાઇડ પહેલાંના નવા CCTV, સીડી ચઢી અગાસી તરફ જતા દેખાયા રસિક દુલારી

    4 days ago

    વૃંદાવનમાં રસિક દુલારી શરણની આત્મહત્યા પહેલાંનો ત્રીજો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં રસિક દુલારી સીડીઓ પરથી અગાસી પર જતા દેખાઈ રહ્યા છે. તેમની ધોતી પર લોહીના નિશાન દેખાઈ રહ્યા છે. વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લેનારા 25 વર્ષીય રસિક દુલારી શરણે 25 સપ્ટેમ્બરની સવારે કેલી કુંજ ટ્રસ્ટની ઇમારતના ચોથા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. 26 સપ્ટેમ્બરે યમુના કિનારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે પ્રેમાનંદ મહારાજના કેલી કુંજ આશ્રમ સાથે જોડાયેલા 30થી વધુ લોકોની પૂછપરછ કરી છે. ઇમારતમાં પ્રેમાનંદ મહારાજના આશ્રમ સાથે જોડાયેલા 50થી વધુ શિષ્યો અને સેવાદારો રહે છે. આ ઇમારત પ્રેમાનંદ મહારાજના જૂના કેલી કુંજ આશ્રમથી આશરે 500 મીટર દૂર છે. ઘટનાના બે દિવસ બાદ રસિક દુલારીના ચોથા માળેથી કૂદવાનો CCTV વીડિયો સામે આવ્યો હતો. ત્યારબાદ બીજો વીડિયો સામે આવ્યો, જેમાં તેઓ અગાસીની બાઉન્ડ્રી વૉલ પર બેઠેલા દેખાઈ રહ્યા હતા. આશરે 6 સેકન્ડ બાદ તેઓ જમીન પર સૂઈ જાય છે. પછી અચાનક ઊભા થાય છે અને બાઉન્ડ્રી પરથી છલાંગ લગાવી દે છે. તસવીરો જુઓ… હવે જાણો ત્રણેય વીડિયો વિશે.... પહેલો વીડિયો: રસિક દુલારી શરણના આત્મહત્યાનો પહેલો વીડિયો 27 સપ્ટેમ્બરે સામે આવ્યો હતો. તેમાં દેખાઈ રહ્યું છે કે શિષ્ય રસિક દુલારી શરણ 40 ફૂટ ઊંચાઈ પરથી અચાનક રસ્તા પર પગના બળે પડી જાય છે. તેમનું માથું જમીન સાથે અથડાઈને ફાટી જાય છે. તેઓ તરફડવા લાગે છે. રસ્તા પર લોહી ફેલાવા લાગે છે. આ દરમિયાન ત્યાંથી બે સાયકલ સવાર પસાર થઈ રહ્યા હોય છે. તેમાંથી એક પીળાં કપડાં પહેરેલો શિષ્ય હતો. બંને આ દૃશ્ય જોઈને ગભરાઈ જાય છે. આ ઉપરાંત પાણી સપ્લાય કરતી ગાડી પણ તે જ સમયે ત્યાં પહોંચે છે. બીજો વીડિયો: આત્મહત્યાનો બીજો વીડિયો 3 ઑક્ટોબરે સામે આવ્યો હતો. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રસિક દુલારી શરણ અગાસીની બાઉન્ડરી વૉલ પર બેઠા છે. 6 સેકન્ડ બાદ તેઓ ફર્શ પર સૂઈ જાય છે. અચાનક ઊભા થાય છે અને બાઉન્ડરી પરથી કૂદી જાય છે. અવાજ સાંભળીને બીજો શિષ્ય દોડતો ત્યાં પહોંચે છે. અને નીચે જુએ છે. ત્રીજો વીડિયો: 5 ઑક્ટોબરે ત્રીજો વીડિયો સામે આવ્યો છે. 33 સેકન્ડના વીડિયોમાં રસિક દુલારી શરણ સીડીઓ ચઢીને અગાસી પર જતા જોવા મળી રહ્યા છે. તેમણે સફેદ ધોતી અને સફેદ ગંજી પહેરેલું છે. શરીર પર પીળા રંગની ચાદર ઓઢેલી જોવા મળે છે. તેમની ધોતી પર લોહીના નિશાન દેખાઈ રહ્યા છે. સીડીઓ ચઢતી વખતે એવું લાગી રહ્યું છે કે તેમને ચાલવામાં થોડી મુશ્કેલી થઈ રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો આત્મહત્યા કરતાં પહેલાં અગાસી પર જતા સમયનો છે. હવે જાણો સમગ્ર મામલો... રસિક દુલારી વારાહ ઘાટ વિસ્તારમાં આવેલી 4 માળની ગુરુ કૃપા કુંજ બિલ્ડિંગમાં 3 મહિનાથી રહેતા હતા. તેમણે બિલ્ડિંગની અગાસી પરથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રસિક દુલારી શરણને ગંભીર હાલતમાં સર્વોદય હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો હતો કે રસિક દુલારીના પ્રાઇવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું. રૂમમાંથી એક ગ્રાઇન્ડર મળી આવ્યું છે, જેના પર લોહી લાગેલું હતું. આશંકા છે કે શિષ્યે ગ્રાઇન્ડરથી પોતાના પ્રાઇવેટ પાર્ટને નુકસાન પહોંચાડ્યું હતું. પોસ્ટમોર્ટમમાં પ્રાઇવેટ પાર્ટ પર કાપાના નિશાન 26 સપ્ટેમ્બરે રસિક દુલારી શરણ દાસનું પોસ્ટમોર્ટમ બે ડૉક્ટરોની પેનલે કર્યું હતું. તેની વીડિયોગ્રાફી પણ કરાવવામાં આવી હતી. પ્રારંભિક અહેવાલ મુજબ, શરીર પર માથા, પગ અને કમર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા. આ ઉપરાંત પ્રાઇવેટ પાર્ટ પર પણ કાપાના નિશાન મળી આવ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. બે વર્ષ પહેલાં પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી રસિક દુલારી શરણ મૂળરૂપે મધ્ય પ્રદેશના જબલપુરના રહેવાસી હતા. તેઓ આશરે બે વર્ષ પહેલાં વૃંદાવન આવ્યા હતા અને પ્રેમાનંદ મહારાજ પાસેથી દીક્ષા લીધી હતી. ત્યારબાદ તેમણે પોતાનું નામ દીપક લોધી બદલીને રસિક દુલારી શરણ રાખ્યું હતું. તેઓ વીજળીનું કામ જાણતા હતા, તેથી આશ્રમમાં તેમને આ જ સેવા સાથે જોડવામાં આવ્યા હતા. દીપક બે ભાઈઓ અને એક બહેનમાં બીજા ક્રમે હતા. તેમનાથી મોટી એક બહેન છે, જ્યારે નાના ભાઈનું નામ મનીષ છે. માતાએ કહ્યું- મળવા દેવામાં આવતા નહોતા પુત્રના મૃત્યુની જાણ થતાં પહોંચેલા રસિક દુલારીની માતા લોંગ બાઈએ કહ્યું કે બે વર્ષ પહેલાં તેમની પુત્ર સાથે છેલ્લી વાર વાત થઈ હતી. તેમને જાણકારી મળી કે પુત્ર પડી ગયો છે, ત્યારબાદ તેઓ ઉતાવળમાં વૃંદાવન પહોંચી ગયા. તેમણે કહ્યું કે તેઓ અગાઉ પણ પુત્રને મળવા આવ્યા હતા, પરંતુ તેમને મળવા દેવામાં આવ્યા નહોતા. તેમણે કહ્યું કે ભગવાન દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરશે.
    Click here to Read More
    Previous Article
    જર્મની-અમેરિકાના 3 વૈજ્ઞાનિકોને મેડિસિનનું નોબેલ:મગજની નસોને પ્રકાશથી નિયંત્રિત કરવાની ટેકનિક શોધી, જેના કારણે માનસિક બીમારીઓ પર સંશોધન સરળ બન્યું
    Next Article
    વલસાડમાં મહેસૂલ કર્મીઓની માસ CL:14 પડતર માંગણીઓને લઈને 250થી વધુ કર્મચારીઓ હડતાળ પર, કામગીરી પર અસર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment