Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિષભ પંતને બોલ વાગતા રિટાયર્ડ હર્ટ થઈને બહાર જવું પડ્યું:જાડેજા ક્રિઝ પર આવ્યો; કેપ્ટન ગિલ 50 રન બનાવીને આઉટ, પડિકલ સાથે 120 રનની ભાગીદારી કરી

    1 day ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝની બીજી મેચ આજથી કોલંબોના સિંહલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડમાં શરૂ થઈ છે. જેમાં ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. આજે મેચનો પહેલો દિવસ છે અને ત્રીજું સેશન ચાલુ છે. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 208/3 છે. ટીમ તરફથી દેવદત્ત પડિકલ અને રવીન્દ્ર જાડેજા ક્રિઝ પર છે. 33 વર્ષના સ્પિન ઓલરાઉન્ડર સારાંશ જૈનને રવીન્દ્ર જાડેજાએ ટેસ્ટ કેપ સોંપી છે. સારાંશ આ સદીમાં ટેસ્ટ ડેબ્યૂ કરનારો સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બની ગયો. આ પહેલાં માર્ચ 2001માં સમીર દિઘેએ 32 વર્ષ 161 દિવસની ઉંમરે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેને કુલદીપ યાદવની જગ્યાએ પ્લેઇંગ-11માં તક મળી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    Why Is Abhishek Bachchan At The Hockey World Cup? There's A Cricket Link
    Next Article
    એક સેકન્ડમાં બ્લાસ્ટને ચાર-ચાર જિંદગી ખતમ:નખત્રાણાના કોટડામાં ભીષણ વિસ્ફોટના ડરામણાં CCTV, આસપાસ ધ્રુજારી, એક ભાઈ 30 ફૂટ દૂર ઉડીને પડ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment