Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટાચૂંટણીમાં બંગાળની નંદીગ્રામ-રેજીનગર બેઠકો પર ભાજપ આગળ:તમિલનાડુમાં TVK-AIADMKને એક-એક બેઠક પર વધત; આસામની લોકસભા બેઠક પર BJPને લીડ

    11 hours ago

    ચાર રાજ્યોની 6 બેઠકો પર મતગણતરી શરૂ થઈ ગઈ છે. વલણોમાં તમિલનાડુની બંને બેઠકો પર સીએમ વિજયની પાર્ટી TVK આગળ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળની નંદીગ્રામ અને રેજીનગર, તમિલનાડુની મધુરંતકમ અને ધારાપુરમ, પુડુચેરીની થટ્ટનચાવેંડી વિધાનસભા બેઠકો તેમજ આસામની નગાંવ લોકસભા બેઠક પર પેટાચૂંટણીઓ યોજાઈ હતી. 6 ઑક્ટોબરે મતદાન થયું હતું. નંદીગ્રામમાં TMC ઉમેદવારે નામ પાછું ખેંચી લીધું હતું. ત્યારબાદ મમતા બેનર્જીએ જે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું, તેમની ધરપકડ થઈ હતી. જોકે, તેમને ચૂંટણી માટે જામીન મળી ગયા હતા. અહીં BJP અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો છે. આસામની નગાંવ લોકસભા બેઠક પર BJPના દેવાશિષ શર્મા, કોંગ્રેસના સિબામોની બોરા અને AIUDFના પ્રમુખ બદરૂદ્દીન અજમલ વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દેવાશિષ પૂર્વ IAS અધિકારી છે. તમિલનાડુમાં ધારાસભ્યોના પક્ષ બદલવાથી પેટાચૂંટણી, અસમમાં સાંસદનું રાજીનામું તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી અને અસમમાં આ જ વર્ષે વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. તમિલનાડુમાં 2 ધારાસભ્યોના પક્ષ બદલવા અને રાજીનામું આપવાથી 2 બેઠકો ખાલી થઈ. પુડુચેરીમાં CM એન. રંગાસામીના 2 બેઠકો પર વિજય બાદ એક બેઠક છોડવાથી પેટાચૂંટણી યોજાઈ. બંગાળમાં પણ CM શુભેન્દુ અધિકારી અને હુમાયૂ કબીરે 2-2 બેઠકો પર ચૂંટણી જીતી. આ પછી તેમણે એક-એક બેઠક છોડવી પડી. તો બીજી તરફ, અસમમાં સાંસદ પ્રદ્યુત બોરદોલોઈએ ધારાસભ્ય બનવા માટે લોકસભા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આના કારણે અહીં પેટાચૂંટણી યોજાઈ.
    Click here to Read More
    Previous Article
    રાસલોક નવરાત્રિમાં હ્યુમનાઈડ રોબોટે ગરબા કર્યા:ગીતા રબારીના તાલે ત્રણ તાળી ગરબા અને રાસ રમી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા; નવસારીમાં AI રોબોટિક્સ ટેકનોલોજી અને સંસ્કૃતિનો અનોખો સંગમ
    Next Article
    CJPના જંતર-મંતર પ્રદર્શનમાં થયેલી હિંસાની તપાસ ફરીથી થશે:ક્રાઇમ બ્રાન્ચે નવી FIR નોંધી; સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર 17 FIR રદ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment