Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાસલોક નવરાત્રિમાં હ્યુમનાઈડ રોબોટે ગરબા કર્યા:ગીતા રબારીના તાલે ત્રણ તાળી ગરબા અને રાસ રમી ખેલૈયાઓને મંત્રમુગ્ધ કર્યા; નવસારીમાં AI રોબોટિક્સ ટેકનોલોજી અને સંસ્કૃતિનો અનોખો સંગમ

    9 hours ago

    પરંપરાગત લોકઉત્સવ અને આધુનિક ટેકનોલોજીનો અદભુત સમન્વય નવસારીના ભવ્ય 'રાસલોક' નવરાત્રિ મહોત્સવમાં જોવા મળ્યો છે. આ વર્ષે જાણીતા લોકગાયિકા ગીતા રબારીના સૂર અને તાલ પર ખેલૈયાઓ ઝૂમી રહ્યા છે, પરંતુ સમગ્ર આયોજનમાં સૌથી વધુ ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર એક હ્યુમનાઈડ રોબોટ બન્યો છે. માનવીની જેમ જ આબેહૂબ એક્શન કરીને ગરબા રમી રહેલા આ રોબોટને જોવા માટે જનમેદની ઉમટી પડી છે. ગરબાના સ્ટેપ્સ અને તાળીઓનું વિશેષ પ્રોગ્રામિંગ આ વિશેષ રોબોટને લાવનાર 'ફ્લેગશિપ' કંપનીના પીનલ બારોટે જણાવ્યું હતું કે, તેમની કંપની નવી પેઢીને ભવિષ્યની ટેકનોલોજીથી માહિતગાર કરવા માટે આવી રોબોટિક સર્વિસિસ ઇવેન્ટ્સમાં પૂરી પાડે છે. આ હ્યુમનાઈડ રોબોટને ગુજરાતી ગરબાની પરંપરા મુજબ ખાસ પ્રોગ્રામ અને ટીચ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ રોબોટ માત્ર એક આર્ટિફિશિયલ મશીન નથી, પરંતુ તે માનવીની જેમ ચાલી શકે છે, બોલી શકે છે, સંવાદ કરી શકે છે અને સંગીતના તાલ પર ત્રણ તાળી ગરબા તથા રાસ રમી શકે છે. આજનું અને આવનારું ભવિષ્ય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તથા રોબોટિક્સનું છે. આપણી સંસ્કૃતિને આધુનિક માધ્યમથી નવી પેઢી સમક્ષ રજૂ કરવી એ જ એનો મુખ્ય હેતુ છે. ડિજિટલ યુગમાં નવી પેઢી માટે પ્રેરણા સ્ત્રોત 'રાસલોક' નવરાત્રિના આયોજક હર્ષલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, આજના ડિજિટલ યુગમાં જ્યારે દરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે નવરાત્રિના આયોજનમાં પણ કંઈક નવું અને નવીનતમ આપવાનો પ્રયાસ કરાયો છે. આ રોબોટને ગરબાના વિવિધ ગીતો, તાલ અને તેના પર લેવાતા સ્ટેપ્સનું સંપૂર્ણ નોલેજ આપવામાં આવ્યું છે. આ પ્રયોગ માત્ર લોકોના મનોરંજન કે આકર્ષણ પૂરતો સીમિત નથી, પરંતુ યુવાનો અને બાળકો માટે રોબોટિક્સ તથા ડિજિટલ પ્લેટફોર્મ પર ભવિષ્યમાં કેવી રીતે કામ કરી શકાય તે સમજવા માટેનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. લોકઉત્સવમાં ટેકનોલોજીનો નવો અધ્યાય હાલમાં સમગ્ર નવસારીમાં આ રોબોટ અને ગીતા રબારીની જુગલબંધી ભારે વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે ફેક્ટરીઓ કે પ્રયોગશાળાઓ સુધી સીમિત રહેતી રોબોટિક ટેકનોલોજી હવે આપણી સાંસ્કૃતિક વિરાસત અને તહેવારોનો ભાગ બની રહી છે, જેણે નવસારીના નવરાત્રિ મહોત્સવમાં એક નવો અને અનોખો ઈતિહાસ રચ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતના સીમાડામાં શર્મસાર કરતી ઘટના:સ્વામીનારાયણ ગુરુકુળની છત પર વયોવૃદ્ધ સાસુને સ્નાન કરાવતી વખતે પુત્રવધૂએ લાફા ઝીંક્યા, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ
    Next Article
    પેટાચૂંટણીમાં બંગાળની નંદીગ્રામ-રેજીનગર બેઠકો પર ભાજપ આગળ:તમિલનાડુમાં TVK-AIADMKને એક-એક બેઠક પર વધત; આસામની લોકસભા બેઠક પર BJPને લીડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment